AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પર એક મહિલા ધારાસભ્યે કર્યો 5 કરોડનો માનહાનિનો કેસ!

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયાની મુશ્કેલી ભાજપના એક ધારાસભ્યે વધારી છે. સૂરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે અર્જૂન મોઢવાડિયા પર 5 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યા છે. આ કેસ માનહાનિથી જોડાયેલ છે. મોઢવાડિયાએ સંગીતા પાટીલ પર બોગસ ડીગ્રી લેવાનો આરોપ લગાવ્યો હતો. મોઢવાડિયાને ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈ અસંતોષ વ્યકત કર્યો હતો. વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની મીટિંગમાં […]

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પર એક મહિલા ધારાસભ્યે કર્યો 5 કરોડનો માનહાનિનો કેસ!
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 06, 2019 | 10:42 AM
Share

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયાની મુશ્કેલી ભાજપના એક ધારાસભ્યે વધારી છે.

સૂરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે અર્જૂન મોઢવાડિયા પર 5 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યા છે. આ કેસ માનહાનિથી જોડાયેલ છે. મોઢવાડિયાએ સંગીતા પાટીલ પર બોગસ ડીગ્રી લેવાનો આરોપ લગાવ્યો હતો. મોઢવાડિયાને ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈ અસંતોષ વ્યકત કર્યો હતો. વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની મીટિંગમાં બોલા-ચાલી થઈ હતી. બાદમાં રાહુલ ગાંધીના હસ્તક્ષેપ પછી આ મામલો શાંત થયો.

સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં સ્નાતકની પરીક્ષા આપી હતી. જ્યારે મોઢવાડિયાએ કહ્યું કે તેમને ખોટી રીતે પરીક્ષા આપી હતી, આ કેસની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે ધારાસભ્ય સંગીતા પાટીલે કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર રસ્તાનો ઉપયોગ નથી કર્યો. તપાસ પૂરી થયા પછી સંગીતા પાટીલે આખા કેસને લઈ ઘણાં ટ્વિટ પણ કર્યા હતા. ત્યારબાદ હવે સંગીતા પાટીલે  અર્જૂન મોઢવાડિયાની વિરૂધ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે.

ધારાસભ્ય સંગીતા પાટીલ

અર્જૂન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા રહી ચૂકયા છે. વિધાનસભા ચૂંટણીમાં તેમની ભાજપના બાબૂભાઈ બોખરીયા વિરૂધ્ધ હાર થઈ હતી. પોરબંદર વિધાનસભા ચૂંટણીમાં મોઢવાડીયા 17146 મતોથી હાર્યા હતા. આ કેસમાં મોઢવાડિયાને 25 ફ્રેબ્રૃઆરીએ સૂરત કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

[yop_poll id=1138]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">