Gujarat BJP: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, મિશન 2022ને લઈ 16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રા

TV9 GUJARATI

|

Updated on: Aug 14, 2021 | 10:55 AM

16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રા યોજાશે. ભાજપ મિશન 2022ની તૈયારીઓની શરૂઆત કરશે

Gujarat BJP: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ (BJP) હરકતમાં આવી છે. ભાજપ ઇલેક્શન મોડમાં આવતાની સાથે જ સરકારના 9 દિવસના કાર્યક્રમ બાદ સંગઠન માટે  જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં સરકારના મંત્રીઓ પણ સંગઠનના કાર્યક્રમમાં જોડાશે. ભાજપે કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirvad Yatra) નું આયોજન કર્યું છે. જેમાં 16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રા યોજાશે. ભાજપ મિશન 2022ની તૈયારીઓની શરૂઆત કરશે જેમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે રાજ્ય સરકારના મંત્રીઓ પણ જોડાશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની યાત્રામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાશે જ્યારે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની યાત્રામાં આર સી ફળદુ, કૌશિક પટેલ અને કિશોર કાનાણી જોડાશે.કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની યાત્રામાં ગણપત વસાવા , ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, ઈશ્વરસિંહ પટેલ અને રમણ પાટકર જોડાશે અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે દિલીપ ઠાકોર, જયદ્રથસિંહ પરમાર , વાસણ આહીર, બચુભાઈ ખાબડ જોડાશે

જ્યારે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ની યાત્રામાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, કુંવરજી બાવળીયા, પ્રદીપસિંહ જાડેજા, વિભાવરીબેન દવે જોડાશે. રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના મતવિસ્તાર અને પ્રભારી જિલ્લાઓ પ્રમાણે યાત્રામાં જોડાશે

આ પણ વાંચો: એક જ જગ્યાએ બેસીને કામ કરવુ થઇ શકે છે જોખમી, જાણી લો આ Health Tips

આ પણ વાંચો: Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી, જાણો ક્યારે થશે ચોમાસુ એક્ટિવ

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati