એક જ જગ્યાએ બેસીને કામ કરવુ થઇ શકે છે જોખમી, જાણી લો આ Health Tips

મોટાભાગની ઓફિસ મીટિંગ્સ કોન્ફરન્સ કોલમાં ફેરવાય છે, તમે લાંબા સમય સુધી બેસી રહો છો. સક્રિય રહેવા માટે તમે તમારા વર્ક પ્લેસ પર ફરતા ફરતા તમારા કોલ લેવાનુ શરુ કરી શકો છો.  તમારા રક્ત પરિભ્રમણને સુધારવા ઉપરાંત, તે તમને સ્ક્રીન ટાઇમથી ખૂબ જ જરૂરી વિરામ લેવામાં પણ મદદ કરશે.  

એક જ જગ્યાએ બેસીને કામ કરવુ થઇ શકે છે જોખમી, જાણી લો આ Health Tips
સાંંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:04 AM

Health Tips: ઇંગ્લેન્ડની હડર્સફિલ્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, COVID-19 લોકડાઉનમાં ઘરેથી કામ દરમિયાન, લોકો 8 કલાકથી વધુ સમય માટે એક જગ્યાએ બેસીને કામ કરતા હતા.જેણે માત્ર વધુ કામ કર્યું નથી. તેઓ મેદસ્વી પણ થઈ ગયા છે અને આનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી છે.

જિમ, બીચ સાઇડ્સ અને પાર્ક જેવા જાહેર સ્થળો, તેમજ અન્ય આઉટડોર પ્રવૃત્તિઓ જેમ કે વૉકિંગ, જોગિંગ અથવા સાઇકલિંગ બંધ થવાથી સમસ્યામાં વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે વ્યક્તિઓ તેમના ઘરોની સુરક્ષા સાથે  ફિટનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. અહીં કેટલાક વર્કઆઉટ્સ છે જે નિષ્ણાતો ભલામણ કરે છે કે તમે કામ અને સુખાકારી વચ્ચે સંતુલન જાળવવા માટે તમારા WFH રેજીમમાં સરળતાથી સામેલ કરી શકો છો.

પોતાનો વર્ક ડે શરુ કરતા પહેલા 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તમારા દિવસની શરૂઆત શાંત અને હળવા અભિગમથી કરવી જરૂરી છે. પ્રાણાયામ અથવા અનુલોમ વિલોમ જેવી કેટલીક શ્વાસ લેવાની કસરતો કરવાથી તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તણાવમુક્ત રહેવામાં મદદ મળશે.  આ કસરતો ડાયાબિટીસના લક્ષણોને સુધારવા અને લાંબી પીડાને અસરકારક રીતે ઘટાડવા માટે પણ જાણીતી છેતેઓ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનયુક્ત રાખવામાં મદદ કરે છે, જે વર્તમાન સમયમાં ખૂબ મહત્વનું છે.

ચાલતા-ચાલતા વાત કરો 

મોટાભાગની ઓફિસ મીટિંગ્સ કોન્ફરન્સ કોલમાં ફેરવાય છે, તમે લાંબા સમય સુધી બેસી રહો છો. સક્રિય રહેવા માટે તમે તમારા વર્ક પ્લેસ પર ફરતા ફરતા તમારા કોલ લેવાનુ શરુ કરી શકો છો.  તમારા રક્ત પરિભ્રમણને સુધારવા ઉપરાંત, તે તમને સ્ક્રીન ટાઇમથી ખૂબ જ જરૂરી વિરામ લેવામાં પણ મદદ કરશે.

આ સિવાય ચાલવાથી શરીરમાં તંદુરસ્ત એન્ડોર્ફિન અથવા હેપ્પી હોર્મોન્સ રીલિઝ થાય છે અને સ્નાયુઓને ઢીલા કરવામાં પણ મદદ કરે છે.બોટલ સાથે બેસવાને બદલે  તમે પાણી માટે રસોડામાં જઈને તમારા પગલા પણ વધારી શકો છો,

તમે મિત્ર અથવા કુટુંબના સભ્ય સાથે તંદુરસ્ત સ્પર્ધા કરીને પણ તમારી જાતને પ્રેરિત રાખી શકો છો.

વેલ બીઇંગ બ્રેક 

વચ્ચે-વચ્ચે બ્રેક લેતી વખતે સ્ક્રીન ટાઇને થોડા ક્વિક સ્ટ્રેચથી બદલો. આ મગજ અને શરીર બંને માટે ફાયદાકારક હોય છે. આ માંસપેશીઓ અને જોઇન્ટ્સને જરુરી મુવમેન્ટ આપશે. સાથે જ એક સ્થિતિમાં બહુ લાંબા સમય સુધી બેસવાની મોનોટોનીને તોડી દેશે. તે પીડા અને જકડનને ઓછી કરે છે.

આમાંથી કેટલીક એક્સરસાઇઝ જેવી કે નેક રલ,સાઇડ સ્ટ્રેચ, બેક અને અપર બેક સ્ટ્રેચ,સીટેડ હિપ સ્ટ્રેચ, સ્પાઇનલ ટ્વિસ્ટ કેટલાક એવા સ્ટ્રેચ છે જેને સીધી તમારા ડેસ્ક પર કરી શકાય છે. આપણા શરીર સાથે આપણી આંખોને પણ થોડા આરામની જરુર હોય છે.

આંખને માંસપેશીઓની જરુર છે

આંખોમાં માંસપેશીઓ હોય છે જેને મજબૂત અને સ્વસ્થ રહેવા માટે યોગ્ય કસરતની પણ જરૂર હોય છે. ઘરેથી કામ કરતી વખતે આંખના તણાવનો ઘટાડવા માટે આવી એક સરળ કસરત છે 20-20-20. રુલ એક્સરસાઇઝ.   દર 20 મિનિટ પછી, સ્ક્રીનથી દૂર જોવાની પ્રેક્ટિસ કરો અને 20 સેકન્ડ સુધી 20 ફૂટ દૂર કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ચોક્કસપણે તમારી આંખોથી તણાવ દૂર કરવા મદદ કરશે.

કામ બાદની કસરત 

ફિટ રહેવા માટે, લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ સુધી મૉડરેટ-ઇન્ટેસીટી વાળી  ફિઝિકલ એક્ટિવીટીમાં જોડાવાવી જરૂર છે.અથવા સાપ્તાહિક 75 મિનિટની જોરદાર કસરત. તમે વિવિધ વર્કઆઉટ પદ્ધતિઓ પસંદ કરી શકો છો જે તમે ઘરે સરળતાથી કરી શકો છો.

આમાંના કેટલાક વર્કઆઉટ્સમાં યોગા, ઝુમ્બા, પાઇલેટ્સ, કાર્યાત્મક તાલીમ અને હાઇ-ઇન્ટેસિટી ઇન્ટરવલ ટ્રેનિંગ (HIIT) નો સમાવેશ થાય છે. ટ્રેક પર રહેવા અને શ્રેષ્ઠ પરિણામોનો આનંદ માણવા માટે, તમે ઓનલાઇન વર્ગોમાં પણ હાજરી આપી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :Immunity booster: વાયરસ-ફલૂથી દૂર રહેવા માટે આ 5 ફૂડ્સને ડાયટમાં સામેલ કરો

આ પણ વાંચોHealth Tips: આ જડીબુટ્ટીઓ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">