પેટાચૂંટણી 2019: પ્રચાર માટે આજે અંતિમ દિવસ, ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવશે

પેટાચૂંટણી 2019: પ્રચાર માટે આજે અંતિમ દિવસ, ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવશે
final election

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે, ત્યારે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવશે. કારણ કે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.  ત્યારબાદ ઉમેદવારો ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. જે બેઠકો પર ચૂંટણી થવાની છે, તેમાં રાધનપુર, […]

Kunjan Shukal

|

Oct 19, 2019 | 5:17 AM

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે, ત્યારે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવશે. કારણ કે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

ત્યારબાદ ઉમેદવારો ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. જે બેઠકો પર ચૂંટણી થવાની છે, તેમાં રાધનપુર, બાયડ, ખેરાલુ, થરાદ, અમરાઈવાડી અને લુણાવાડા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ઉમેદવાર છે. જેની સામે કૉંગ્રેસમાંથી રઘુ દેસાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે બાયડ બેઠક પર ભાજપમાંથી ધવલસિંહ ઝાલા ઉમેદવાર છે, જેની સામે કૉંગ્રેસમાંથી જશુ પટેલ ઉમેદવાર છે. જ્યારે ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોર છે, જેની સામે કૉંગ્રેસમાંથી બાબુજી ઠાકોર મેદાને છે તો થરાદ બેઠક પર ભાજપના જીવરાજ પટેલ અને કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ટક્કર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમરાઈવાડી બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ ઉમેદવાર છે, જેની સામે કૉંગ્રેસે પણ પાટીદાર ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપેલી છે અને લુણાવાડા બેઠક પર ભાજપમાંથી જીગ્નેશ સેવક ઉમેદવાર છે, જેની સામે કૉંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ ઉમેદવાર છે. આ તમામ ઉમેદવારોનું ભાવિ 21 ઓક્ટોબરે EVMમાં કેદ થઈ જશે. જે પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થવાના હોવાથી આજનો દિવસ ઉમેદવારો માટે ખૂબજ મહત્વનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati