ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ, ટર્મિનેટ કરાયેલા 9 સભ્યને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપનાં વિરોધ બાદ નિર્ણય, કોંગ્રેસનો આક્ષેપ કે સરકારે ભાજપનાં દબાણમાં લીધો નિર્ણય

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ, ટર્મિનેટ કરાયેલા 9 સભ્યને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપનાં વિરોધ બાદ નિર્ણય, કોંગ્રેસનો આક્ષેપ કે સરકારે ભાજપનાં દબાણમાં લીધો નિર્ણય
https://tv9gujarati.in/gandhinagar-taal…are-aa-kam-thayu/


ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. ટર્મિનેટ કરાયેલા 9 સભ્યોને મતદાનનો અધિકાર આપવાની માગ સાથે ભાજપે વિરોધ કર્યા બાદ આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. જો કે પ્રાંત અધિકારી કલ્પેશ જોશીના કહેવા મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી આ ચૂંટણી રદ કરી દેવામાં આવી છે અને હવે આગામી તારીખ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું જણાવ્યું. તો આ તરફ કોંગ્રેસે પ્રાંત અધિકારી પર આક્ષેપ કરતા કહ્યું કે, અધિકારીએ સરકાર અને ભાજપના દબાણમાં આવીને ચૂંટણી રદ કરી છે. કોંગ્રેસના તમામ સભ્યોએ તાલુકા પંચાયતમાં જ બેસવાની જીદ પકડી અને કહ્યું કે, પંચાયતના કાયદાની જોગવાઇ અનુસાર સભ્યોની સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવો જોઇએ.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati