ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબાના નિવેદનથી દૂરી બનાવી,કહ્યું અમે દેશની વાત કરવા આવ્યા છીએ પાકિસ્તાનની નહિ

જમ્મુ-કાશ્મીરને લઈને પીએમ મોદી(PM Modi)એ બોલાવેલી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ફારૂક અબ્દુલ્લાએ બેઠક પૂર્વે નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીના પાકિસ્તાન સાથે વાતચીતના નિવેદનથી પોતાને દૂર કરી લીધા છે.

  • Updated On - 2:40 pm, Thu, 24 June 21 Edited By: Chandrakant Kanoja
ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબાના નિવેદનથી દૂરી બનાવી,કહ્યું અમે દેશની વાત કરવા આવ્યા છીએ પાકિસ્તાનની નહિ
ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબાના નિવેદનથી દૂરી બનાવી

જમ્મુ-કાશ્મીરને લઈને પીએમ મોદી(PM Modi)એ બોલાવેલી બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ફારૂક અબ્દુલ્લા(Faruk Abdullah) એ પાકિસ્તાન સાથે વાતચીતના ગુપકારના સાથી મહેબૂબા મુફ્તીના નિવેદનથી પોતાની જાતને અલગ કરી લીધા છે. તેમણે કહ્યું કે અમે દેશ અંગે  વાત કરવા આવ્યા છીએ. અમને અમારા દેશની ચિંતા છે અને પીએમ મોદી સાથે આ મુદ્દે વાત કરવા આવ્યા છીએ.

વડા પ્રધાન અને ગૃહ પ્રધાન  અમારી  વાત શાંતિથી સાંભળશે

ફારૂક અબ્દુલ્લા(Faruk Abdullah)એ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પીએમ મોદી દ્વારા બોલાવેલી બેઠકનું સ્વાગત કર્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું કે અમે આશા રાખીએ કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન  અમારી  વાત શાંતિથી સાંભળશે અને રાજ્યમાં શાંતિ લાવવાનું એક સમાધાન શોધવા મદદ કરશે.

અમે આકાશ મેળવવા માંગીએ છીએ

તેમણે કહ્યું કે પીએમ મોદી(PM Modi)સાથેની બેઠક બાદ અમે મીડિયાને જાણ કરીશું કે અમે શું સૂચન કર્યા છે અને શું બન્યું છે. ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીને કરેલી માંગણીઓ વિશે કહ્યું, ‘અમે આકાશ મેળવવા માંગીએ છીએ, પરંતુ હાલ અમે તેમની સાથે વાત કરીશું જેથી રાજ્યમાં શાંતિ સ્થાપિત થઈ શકે.

ફારૂક અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીના પાકિસ્તાન સાથે વાતચીતના નિવેદનથી પોતાને દૂર કરી લીધા છે.

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે કેમ વાત ના કરી શકે

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ગુપકાર એલાયન્સની બેઠક બાદ મહેબૂબાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. મહેબૂબાએ કહ્યું હતું કે, જો સરકાર અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે વાત કરી શકે છે, તો પછી તે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે કેમ વાત ના કરી શકે.

જમ્મુમાં તેમના નિવેદનોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગુરુવારે સવારે ડોગરા ફ્રન્ટ નામના સંગઠન સાથે સંકળાયેલા લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા અને મહેબૂબા મુફ્તીને જેલમાં મોકલવાની માંગ કરી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati