મોદી કેબીનેટ પર ભાજપનો દબદબો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળને બે વર્ષ પૂરા થયા છે અને આજ સુધીમાં મોદી કેબીનેટનું એક પણ વખત વિસ્તરણ થયું નથી. કોરોના સમયગાળાને કારણે છેલ્લા એક વર્ષથી આવી કવાયત પણ થઈ શકી ન હતી, પરંતુ હવે સરકારમાં મોદી કેબીનેટના વિસ્તરણ (Expansion of Modi Cabinet) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મોદી સરકારમાં NDA નું પ્રતિનિધિત્વ નામ માત્રનું રહી ગયું છે. મોદી કેબીનેટ પર ભાજપનો દબદબો છે અને સાથી પક્ષોમાંથી રિપબ્લિકન પાર્ટીના રામદાસ આઠવલે એક માત્ર મંત્રી છે. આઠાવલે પણ રાજ્યસ્તરના મંત્રી અને કેબિનેટ પર ભાજપનું સંપૂર્ણ પ્રભુત્વ છે.
સહયોગી દળોને મળશે સ્થાન મોદી કેબીનેટના સંભવિત વિસ્તરણ (Expansion of Modi Cabinet) માં ભાવિ ગણિતોને ધ્યાનમાં રાખીને ભાજપ તેના સાથી પક્ષોને પહેલા કરતાં વધુ જગ્યા આપી શકે છે. ભૂતકાળમાં સરકારમાં જોડાવાની ના પાડી ચૂકેલી JDU હવે તેમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત તમિળનાડુમાં સત્તાની બહાર આવ્યા પછી AIADMK પણ કેન્દ્રમાં સરકારમાં જોડાવાની તૈયારી કરી રહી છે.ઉત્તર પ્રદેશમાં ભાવિ ચૂંટણીના સમીકરણો જોતા અપના દળને પણ સ્થાન કેબીનેટમાં સ્થાન મળી શકે છે.
LJP ના નવા સમૂહને થઇ શકે છે લાભ તાજેતરના મોટા ઘટનાક્રમમાં લોક જનશક્તિ પાર્ટીના ભંગાણની અસર પણ મોદી કેબિનેટના વિસ્તરણ (Expansion of Modi Cabinet) પર પડી શકે છે. બિહારની ચૂંટણી સમયે NDA સામે લડેલી LJP માં ભાગલા પડ્યા છે અને તેના નેતા ચિરાગ પાસવાનને અલગ કરી દેવામાં આવ્યા છે. પક્ષના લોકસભાના છ સાંસદોમાંથી પાંચ સાંસદોએ પોતાનું જૂથ બનાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે.
કેટલાક મંત્રીઓનો ભાર ઓછો થશે સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી કેબીનેટના સંભવિત વિસ્તરણમાં હાલના કેન્દ્રીય પ્રધાનોમાં અડધો ડઝનનું ભારણ ઘટાડી શકે તેવી શકયતા છે. આ મંત્રીઓ પાસે બેથી ત્રણ મંત્રાલયોનું કામ છે. મોદી કેબીનેટના વિસ્તરણ અને ફેરબદલમાં લગભગ દોઢ ડઝન નવા મંત્રીઓન સામેલ થવાની સંભાવના છે.