કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના પ્રવક્તા પદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે. પ્રિયંકાએ રાજીનામા આપ્યું તેની સાથે શિવસેના પણ જોઈન કરી લીધી છે.   આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી તો રાજીનામું આપી દીધું છે તો સાથે શિવસેના પણ એ જ દિવસે જોઈન કરી […]

TV9 WebDesk8

|

Apr 19, 2019 | 10:42 AM

પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના પ્રવક્તા પદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે. પ્રિયંકાએ રાજીનામા આપ્યું તેની સાથે શિવસેના પણ જોઈન કરી લીધી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું

પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી તો રાજીનામું આપી દીધું છે તો સાથે શિવસેના પણ એ જ દિવસે જોઈન કરી લીધું છે. પ્રિયંકાએ કોંગ્રેસ પાર્ટી છોડવા પાછળનું કારણ પાર્ટીમાં એવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું જે લોકો ગેરવર્તન કરી રહ્યાં છે અને તેના પર કોઈ વિશેષ કાર્યવાહી પણ નથી કરવામાં આવી રહી. આમ કોંગ્રેસથી નારાજ થઈને પ્રિયંકા ચતુર્વેદીએ પોતાનું રાજીનામું આપી દીધું છે.

I have taken the decision of joining #ShivSena after a lot of thought : Priyanka Chaturvedi on leaving #Congress #Tv9News

I have taken the decision of joining #ShivSena after a lot of thought : Priyanka Chaturvedi on leaving #Congress#Tv9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १९ एप्रिल, २०१९

પ્રિયંકાએ રાજીનામું આપ્યા બાદ શિવસેના જોઈન કરી લીધી હતી. તેઓ શિવસેનામાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં જ જોડાયા છે. પ્રિયંકાએ આ વખતે કહ્યું કે હું મુંબઈ શહેરમાં જ મોટી થઈ છું, થોડાક દિવસો પહેલાં મારો મુંબઈ સાથે સંપર્ક તૂટી ગયો હતો પણ હું હવે પાછી જોડાઈ જવા માગું છું. મેં પાછા ફરવાનું મન બનાવી લીધું છે.

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે મેં પાછા મુબંઈ ફરવાનું મન તો બનાવી લીધું તો મને શિવસેના સિવાય કોઈ સંગઠન ધ્યાનમાં આવ્યું નહીં. પ્રિયંકાએ પોતાની સાથે થયેલાં ગેરવર્તનને લઈને કહ્યું કે મને એ વાતનું દુ:ખ છે કે આરોપીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા. મેં કોંગ્રેસને 10 વર્ષ આપ્યા છે. મેં વિચારીને જ શિવસેના સાથે જોડાવાનું મન બનાવી લીધું છે. જ્યાં પણ પાર્ટીને મજબુત કરી શકું એમ છું ત્યાં હું કામ કરીશ. કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકીટ માગવા બાબતે કહ્યું કે મેં કોંગ્રેસ પાસેથી આવી કોઈ જ ટિકીટ નથી માગી, મારું મામાનું ઘર ત્યાં છે એટલાં માટે હું ત્યાં ગઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati