DELHI : ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ સાથે જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહની બેઠક, જાણો શું કહ્યું ગુજરાતના મંત્રીઓ વિશે

ગુજરાતમાંથી આઝાદી બાદ પહેલી વાર સાત-સાત સાંસદોને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવવામાં આવ્યાં છે.ગુજરાતમાંથી પહેલાથી જ 4 મંત્રી કેન્દ્રમાં હતા જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ.જયશંકર, પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવીયાનો સમાવેશ થતો હતો. આમાં ગુજરાતમાંથી વધુ 3 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યાં.

DELHI : ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ સાથે જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહની બેઠક, જાણો શું કહ્યું ગુજરાતના મંત્રીઓ વિશે
DELHI :Meeting of JP Nadda and Amit Shah with Union Ministers from Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 7:35 AM

DELHI : મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબીનેટ વિસ્તરણ અને ફેરબદલમાં ગુજરાતમાંથી આઝાદી બાદ પહેલી વાર સાત-સાત સાંસદોને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવવામાં આવ્યાં છે. ગુજરાતમાંથી પહેલાથી જ 4 મંત્રી કેન્દ્રમાં હતા જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ.જયશંકર, પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવીયાનો સમાવેશ થતો હતો. આમાં ગુજરાતમાંથી વધુ 3 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યાં, જેમાં દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ સાથે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah) ની બેઠક મળી હતી.

આ બેઠક અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી JP Nadda જીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યમાંથી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોનુ સ્વાગત કર્યુ તેમજ સાંસદો સાથે સંવાદ કર્યો. આ નવું મંત્રીમંડળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરશે.

DELHI :Meeting of JP Nadda and Amit Shah with Union Ministers from Gujarat

ગુજરાતમાંથી સાત સાંસદોને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળ્યું લોકસભામાં ગુજરાતના 26 માંથી 26 સાંસદો ભાજપના છે . જેમાંથી ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત દર્શના જરદોશ , દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાને મંત્રી તરીકે સરકારમાં કામ કરવાની તક મળી છે. રાજ્યસભામાં ગુજરાતના 11 માંથી ભાજપના 9 સાંસદો પૈકી એસ.જયશંકર દેશના વિદેશમંત્રી છે. પહેલાથી રાજ્ય મંત્રીપદે રહેલા મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલાનો હવે કેબિનેટમાં સમાવેશ થયો છે. આમ , ભારત સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા 7 સાંસદોને મત્રીપદ મળ્યું છે. હાલ ગુજરાતમાંથી લોકસભાના 20 માંથી 4 , રાજ્યસભામાં 9 માંથી 3 એમ કુલ 7 સાંસદો કેન્દ્રમાં મંત્રીપદે છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">