સચિન પાયલટે 50-60 ફોનકોલ કર્યા પણ રાહુલ અને પ્રિયંકાએ કોલ રિસીવ ન કર્યા

Rajasthan : રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે રાજ્યસભાના સાંસદ ડો.કિરોડીલાલ મીણાએ એક નિવેદન આપીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

  • Updated On - 11:12 pm, Thu, 24 June 21 Edited By: Nakulsinh Gohil
સચિન પાયલટે 50-60 ફોનકોલ કર્યા પણ રાહુલ અને પ્રિયંકાએ કોલ રિસીવ ન કર્યા
FILE PHOTO

Rajasthan : રાજસ્થાન કોંગ્રેસ (Congress) માં ફરી રાજકીય ઘમાસાણ સર્જાયું છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને ઉપમુખ્યપ્રધાન સચિન પાયલટ (Sachin Pilot) વચ્ચે અંતર વધતું જઈ રહ્યું છે. તો બીજી બાજું હવે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સચિન પાયલટનું સાંભળતી ન હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અશોક ગેહલોતની ફરિયાદ લઈને સચિન પાયલટ દિલ્હી ગયા હતા. પણ હવેએક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેનાથી કોંગ્રેસમાં સચિન પાયલટનું કદ વેતરી નાખવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે.

સચિન પાયલટનું આવું અપમાન ?
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે રાજ્યસભાના સાંસદ ડો.કિરોડીલાલ મીણા (kirodilal meena) એ એક નિવેદન આપીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ડો.કિરોડીલાલ મીણાએ કોંગ્રેસ (Congress) પાર્ટીની આંતરિક લડાઈ પર ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સચિન પાઇલટ (Sachin Pilot) ત્રણ-ચાર દિવસ રોકાઈને દિલ્હી ગયા હતા અને 50 થી 60 કોલ કર્યા હતા, પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમનો ફોન ઉપાડ્યો નહોતો. સચિન પાયલોટ પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ તેમ છતાં તેમન પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. રાજસ્થાનના ઉપમુખ્યપ્રધાન સચિન પાયલટનું આ અપમાન છે.

પાયલટે જલ્દી કોઈ નિર્ણય લેવો જોઈ
એટલું જ નહીં સાંસદ ડો.કિરોડીલાલ મીણા (kirodilal meena) એ રાજ્યના ઉપમુખ્યપ્રધાનને સૂચનો પણ આપ્યા હતા. સાંસદ ડો.કિરોડીલાલ મીણાએ કહ્યું કે ઉપમુખ્યપ્રધાન સચિન પાયલટ (Sachin Pilot) સ્વાભિમાન વ્યક્તિ છે, તેથી તેમણે આટલું અપમાન સહન ન કરવું જોઈએ. ડો.કિરોડીલાલ મીણાએ વધુમાં કહ્યું કે પાયલટે કોંગ્રેસ પાર્ટીના આ વલણ અંગે ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવો જોઈએ. ભાજપના રાજ્યસભા સાંસદ ડો.કિરોડીલાલ મીણાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.

રાજસ્થાનમાં નિવેદનબાજી
હાલના દિવસોમાં સચિન પાયલટ (Sachin Pilot) અને ગેહલોત વચ્ચેના ઝઘડા પછી પાર્ટીના નેતાઓ અને અપક્ષ કાઉન્સિલરોના નિવેદનો પણ રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ રાજસ્થાનના રાજકારણ પર પ્રહાર કર્યા હતા. ભાજપના મહાસચિવએ નિવેદન આપ્યું હતું કે સીએમ ગેહલોતે તેમની પોલીસ અને સીઆઈડી સચિન પાયલોટની પાછળ મૂકી દીધી છે અને આ જ કારણ છે કે રાજસ્થાન સરકારની સિસ્ટમ બગડી ગઈ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati