ચૂંટણી રેલીમાં ટ્રમ્પનું ચીન પર નિશાન, કહ્યું કે કોરોના વાઈરસ ચીનના કારણે ફેલાયો આજે તેનાથી આખી દુનિયા પરેશાનીમા મુકાઈ
કોરોના મહામારી માટે ચીન સીધું જવાબદાર હોવાનું નિવેદન કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરીએકવાર ચીન ઉપર નિશાન સાધ્યું છે.આયોવા ખાતે ચૂંટણી રેલીમાં ટ્રમ્પએ કહ્યું હતું કે મહામારી માટે સીધી રીતે ચીન જવાબદાર છે. ચીન ઈચ્છતું તો કોરોના વાઈરસને દેશની બહાર ન જવા દેત. પણ આનાથી અમેરિક, યુરોપ સહિત આખી દુનિયા હેરાન થઈ રહી છે. ટ્રમ્પે […]

કોરોના મહામારી માટે ચીન સીધું જવાબદાર હોવાનું નિવેદન કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરીએકવાર ચીન ઉપર નિશાન સાધ્યું છે.આયોવા ખાતે ચૂંટણી રેલીમાં ટ્રમ્પએ કહ્યું હતું કે મહામારી માટે સીધી રીતે ચીન જવાબદાર છે.

ચીન ઈચ્છતું તો કોરોના વાઈરસને દેશની બહાર ન જવા દેત. પણ આનાથી અમેરિક, યુરોપ સહિત આખી દુનિયા હેરાન થઈ રહી છે. ટ્રમ્પે ગત સપ્તાહે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ત્રીજી ચૂંટણી રેલી કરી હતી જેમાં તેઓએ ચીન ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

આયોવામાં હજારો સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે આપણે કોવિડ-19નો સામનો કરી રહ્યા છીએ.એકસાથે મળીને આપણે મુકાબલો પણ કરી રહ્યા છે. કોરોના રોકી શકાતો હતો. ચીન ઈચ્છતે તો તેને પોતાની સરહદ એટલે કે દેશમાં જ અટકાવી શકયુ હોત પણ તેને આવું ન કર્યું. પહેલા તે યૂરોપ અને પછી અમેરિકા અને ત્યારપછી આખીય દુનિયામાં કોરોના ફેલાયો છે . આગામી વર્ષ સુધી આ વાઈરસ પર કાબૂ મેળવી લેવાશે તેવી ટ્રમ્પએ આશા વ્યક્ત કરી હતી.

ચૂંટણીની રેલી હતી તો ટ્રમ્પ વિપક્ષી ઉમેદવારને નિશાન બનાવવાનું પણ ચુક્યા ન હતા. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન પર આક્ષેપ કર્યો હતો કે જ્યારે તે ઉપ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ચીનની એન્ટ્રી કરાવી હતી. આ નિર્ણય અમેરિકા માટે ઘાતકી સાબિત થયો છે. નોકરીઓ ઓબામા-બાઈડનના સમય કરતા 23 ગણી વધારે હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
