Chirag Paswan ને મોટો આંચકો, દિલ્હી હાઇકોર્ટે પશુપતિ કુમારને નેતા બનાવવા વિરુદ્ધની અરજી ફગાવી

|

Jul 09, 2021 | 10:38 PM

ચિરાગ પાસવાને પાર્ટીના બંધારણનો હવાલો આપીને વિદ્રોહી સાંસદો પર વિશ્વાસઘાતનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો પણ કર્યો હતો કે પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે લોક જનશકિત પાર્ટીથી પશુપતિ કુમાર પારસને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Chirag Paswan ને મોટો આંચકો, દિલ્હી હાઇકોર્ટે પશુપતિ કુમારને નેતા બનાવવા વિરુદ્ધની અરજી ફગાવી
LJP Leader Chirag Paswan ( File Photo )

Follow us on

દિલ્હી હાઇકોર્ટે લોક જનશકિત પાર્ટી(LJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષની અરજીને ફગાવી દીધી  છે. જેમાં તેમણે કાકા પશુપતિ કુમાર પારસને લોકસભાના નેતા બનાવવા બદલ લોકસભા અધ્યક્ષના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે આ બાબત લોકસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે તેથી આ અંગે કોઇ આદેશ આપવાનો અર્થ નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે ચિરાગ પાસવાન(Chirag Paswan) ની અરજીનો કોઇ આધાર નથી.

પશુપતિ કુમાર પારસને પહેલા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

7 જુલાઇના રોજ દાખલ અરજીનો હવાલો આપતા ચિરાગ પાસવાને પાર્ટીના બંધારણનો હવાલો આપીને વિદ્રોહી સાંસદો પર વિશ્વાસઘાતનો આક્ષેપ કર્યો હતો. તેની સાથે દાવો પણ કર્યો કે પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે લોક જનશકિત પાર્ટીથી પશુપતિ કુમાર પારસને પહેલા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

66 સભ્યો ચિરાગ પાસવાનની સાથે છે

ચિરાગ પાસવાને પોતાની અરજીના કહ્યું હતું કે લોક જનશકિત પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં કુલ 75 સભ્યો છે. જેમાં 66 સભ્યો ચિરાગ પાસવાનની સાથે છે. તેવા સમયે કાકા પશુપતિ કુમાર પારસના દાવા સાચા નથી. અરજીમાં પશુપતિ કુમાર પારસ સહિત પાર્ટીના પાંચ સાંસદ, સંસદ સચિવ સચિવાલય, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઇલેક્શન કમિશન અને ભારત સરકારને પાર્ટી બનાવવામાં આવ્યા હતા.

પાર્ટીમાંથી 6 સાંસદ જીત્યા હતા તેમાંથી 5 છોડીને જતાં રહ્યા

કોર્ટમાં જસ્ટિસ રેખા પલ્લીએ ચિરાગ પાસવાનના વકીલ અરવિંદ વાજપેયીને કહ્યું કે તમારે પાર્ટીના મુદ્દા પાર્ટીના ઉકેલવા જોઇએ. કોર્ટે વકીલને પૂછ્યું કે તમારી પાર્ટીમાં કેટલા સાંસદ છે. જેની પર વાજપેયીએ જવાબ આપ્યો કે પાર્ટીમાંથી 6 સાંસદ જીત્યા હતા તેમાંથી 5 છોડીને જતાં રહ્યા છે.

લોકસભા અધ્યક્ષને પાર્ટી બનાવવાની જરૂર નથી

કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે લોકસભા અધ્યક્ષને પાર્ટી બનાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ કેસના નોટિસ ઇસ્યુ ના કરવી જોઇએ. ચિરાગ પાસવાન પાર્ટી તરફથી કેવી રીતે અરજી કરી શકે છે. અન્ય ઉપાય પણ છે. હું સલાહ એટલે આપવા માંગુ છું કે આ અરજી બંધારણના મુદ્દાઓથી  વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે મોદી કેબિનેટના વિસ્તરણમાં પશુપતિ કુમાર પાસવાનને ફૂડ પ્રોસેસિંગ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો ચિરાગ પાસવાને ટ્વિટ કરીને  વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો : GUJARAT : સ્ટેટ GST વિભાગે 71 સ્થળો પર દરોડા પાડી 1000 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી

આ પણ વાંચો : Whatsapp પર તમારા પાર્ટનર કોની સાથે કરે છે વધુ ચેટ, એક મિનિટમાં જાણો આ આસાન ટ્રીકથી

Published On - 10:33 pm, Fri, 9 July 21

Next Article