GUJARAT : સ્ટેટ GST વિભાગે 71 સ્થળો પર દરોડા પાડી 1000 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી

SGST દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સૌથી વધુ ભાવનગરમાં 42 સ્થળો, અમદાવાદમાં 17, ગાંધીનગર 5, સુરત 4, રાજકોટમાં 2 અને પ્રાંતિજમાં 1 સ્થળ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

GUJARAT : સ્ટેટ GST વિભાગે 71 સ્થળો પર દરોડા પાડી 1000 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી
Gujarat State GST Department raided on 71 places
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:17 PM

GUJARAT : રાજ્યના GST વિભાગ દ્વારા કરોડોની કરચોરીની આશંકાને પગલે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યાં છે. રાજ્ય કરવેરા વિભાગની ટિમ દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં ગુજરાતની અલગ અલગ 36 કંપનીઓ તેમજ પેઢીઓનો સમાવેશ થાય છે. આ કંપની તેમજ પેઢીના અલગ અલગ 71 સ્થળો પર SGST ના અધિકારીઓ દ્વારા દરોડા પાડી 1000 કરોડથી વધુ રકમની કરચોરી ઝડપી પાડી છે.

અલગ અલગ 71 સ્થળો પર SGST ના દરોડા SGST દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સૌથી વધુ ભાવનગરમાં 42 સ્થળો, અમદાવાદમાં 17, ગાંધીનગર 5, સુરત 4, રાજકોટમાં 2 અને પ્રાંતિજમાં 1 સ્થળ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 36 કંપનીઓમાંની એક માધવ કોપર લીમીટેડ દ્વારા સૌથી મોટી કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માધવ લીમીટેડમાં પ્રાથમિક તપાસમાં 425 કરોડના બોગસ બીલિંગ કર્યાનું અને 75 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

બોગસ બિલીંગ મામલે બે લોકોની ધરપકડ પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા) દ્વારા અલગ અલગ 24 પેઢીઓમાં કુલ 577 કરોડના બોગસ બીલિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેનાથી રાજ્ય સરકારને 109 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવી જ રીતે ભાવનગરના અફઝલ સાદિકઅલી સવજાણીએ જુદી જુદી 25 પેઢીઓમાં 739 કરોડ રૂપિયાના બોગસ બીલિંગ કરીને રાજ્ય સરકારને 135 કરોડ રૂપિયાનું નુકસાન પહોચાડ્યું છે. આ બન્ને આરોપીઓ દ્વારા રાજ્ય કરવેરા વિભાગ તેમજ રાજ્ય સરકાર સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી કરી હોવાનું ધ્યાને આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અલગ અલગ 80 ટીમો કામે લાગી હતી વેપારીઓ દ્વારા કરચોરી કરવા માટે બોગસ બીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે જેને ઝડપી પાડવા માટે SGST ના અધિકારીઓ દ્વારા વિવિધ કંપની કે પેઢી દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ઝીણવટભરી તપાસ કરવામાં આવતી હોય છે.

આ 36 કંપનીઓના વ્યવહારો છેલ્લા કેટલાય સમયથી શંકાસ્પદ હતા, જેને લઈને SGST ની ટીમ દ્વારા આ તમામ કંપનીઓ પર એકસાથે દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી. SGST વિભાગના દરોડામાં અલગ અલગ 80 ટીમોને કામે લગાડવામાં આવી છે, જેમના દ્વારા આ 36 કંપનીઓના 80 સ્થળો પરથી અધિકારીઓને વાંધાજનક સાહિત્ય તેમજ ડિજિટલ ડોક્યુમેન્ટ મળ્યા છે, જેને કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : BHUJ : પોલીસે ગાંજાના વેચાણનું નેટવર્ક પકડી પાડ્યું, આરોપીઓ SURAT થી ગાંજો લાવી ભુજમાં વેચતા હતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">