UttarPradesh : ભાજપનું મિશન 2022, પક્ષ અને સંગઠન વિરોધી ધારાસભ્યોની યાદી બનાવવાનું શરૂ

UttarPradesh : પ્રાથમિક સમીક્ષાથી જે તથ્યો બહાર આવ્યા છે તે મુજબ દેવરીયા, સંતકબીરનગર અને સિદ્ધાર્થનગરના ત્રણ ધારાસભ્યો સંગઠન અને સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યા છે.

UttarPradesh : ભાજપનું મિશન 2022, પક્ષ અને સંગઠન વિરોધી ધારાસભ્યોની યાદી બનાવવાનું શરૂ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 13, 2021 | 4:48 PM

UttarPradesh : ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022 (Uttar Pradesh Assembly Election 2022) ની તૈયારીઓમાં લાગી ગયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) એ ધારાસભ્યોના કામની સમીક્ષા શરૂ કરી દીધી છે. આ સાથે સરકાર વિરોધી નિવેદનો આપનારા ધારાસભ્યોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આવા ત્રણ ધારાસભ્યોની ઓળખ થઈ ચુકી છે. તે પણ જોવામાં આવી રહ્યું છે કે ટિકિટ નહીં મળે તો કોઈ ધારાસભ્ય અન્ય પક્ષમાં જોડાઈ શકે છે. આ યાદી ટૂંક સમયમાં તૈયાર કરી પાર્ટી હાઈકમાન્ડને મોકલવામાં આવશે.

ગોરખપુર વિસ્તારમાં ભાજપે જીતી હતી 44 બેઠકો ઉત્તરપ્રદેશના ગોરખપુર (Gorakhpur) વિસ્તારમાં 62 વિધાનસભા બેઠકો છે. આમાંથી 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી. સાથી પક્ષોને બે બેઠકો મળી. આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે. તેથી પાર્ટીએ પાર્ટીવિરોધીઓને શોધીને તેમનું આંકલન કરવાની કવાયત શરૂ કરી દીધી છે. ગત ચૂંટણી કરતા ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022 (UttarPradesh Assembly Election 2022) માં વધુ સારું પ્રદર્શન કરવાનો ભારતીય જનતા પાર્ટી (BJP) નો ઇરાદો છે. આ સંદર્ભમાં પાર્ટીના દરેક ધારાસભ્યના કામની સમીક્ષા કરવામાં આવી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સમીક્ષાકાર્યમાં આ લોકોને જવાબદારી સોંપાઈ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022 (UttarPradesh Assembly Election 2022) માટે ધારાસભ્યોના સમીક્ષાકાર્યમાં ભાજપના પ્રાદેશિક, જિલ્લા અને મહાનગર એકમોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વિભાગ પ્રચારકો પણ રોકાયેલા છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ધારાસભ્યો કામગીરીના ધોરણોને પૂર્ણ કરતા નથી, તેમનો રિપોર્ટ તૈયાર કરીને પાર્ટી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. પાર્ટી હાઈકમાન્ડ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવી કે નહીં તે અંગે નિર્ણય લેશે.

ત્રણ ધારાસભ્યોએ બળવાખોર વલણ અપનાવ્યું છે પ્રાથમિક સમીક્ષાથી જે તથ્યો બહાર આવ્યા છે તે મુજબ દેવરીયા, સંતકબીરનગર અને સિદ્ધાર્થનગરના ત્રણ ધારાસભ્યો સંગઠન અને સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પાર્ટીની છબી બગાડે છે. સરકાર અને સંગઠન વિરોધી પોસ્ટ પણ લખી રહ્યા છે. વિશેષ વાત એ છે કે બળવાખોર વલણ અપનાવનારા બે ધારાસભ્યો ભાજપના છે. એક ધારાસભ્ય સાથીપક્ષનો છે. તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ટિકિટ ઉપલબ્ધ ન થવાના કિસ્સામાં સંબંધિત ધારાસભ્યો અન્ય રાજકીય પક્ષોમાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો : Article 370 : ભાજપાએ કહ્યું, કોંગ્રેસના નેતા 100 વાર ફરી જન્મ લેશે તો પણ કાશ્મીરમાં ફરી નહી લાગુ કારી શકે આર્ટીકલ 370

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">