Article 370 : ભાજપાએ કહ્યું, કોંગ્રેસના નેતા 100 વાર ફરી જન્મ લેશે તો પણ કાશ્મીરમાં ફરી નહી લાગુ કારી શકે આર્ટીકલ 370

Article 370 : આર્ટીકલ 37૦ પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.

Article 370 : ભાજપાએ કહ્યું, કોંગ્રેસના નેતા 100 વાર ફરી જન્મ લેશે તો પણ કાશ્મીરમાં ફરી નહી લાગુ કારી શકે આર્ટીકલ 370
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 9:58 PM

Article 370 : વિવાદિત નિવેદનો માટે જાણીતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ( Digvijay Singh) એ ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. દિગ્વિજયસિંહે જમ્મુ કાશ્મીરમાં ફરીથી આર્ટીકલ 370 લાગુ કરવાની વાત કરી છે. પાકિસ્તાની પત્રકારો સાથેની પત્રકાર પરિષદ જેવી એક મિટિંગમાં દિગ્વિજયસિંહે આપેલા આ કથિત નિવેદનની ઓડિયો કલીપ વાયરલ થઇ છે. દિગ્વિજયસિંહના આ નિવેદનને લઈને ભાજપા તેમના પર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહી છે.

ભાજપા નેતા રવીન્દ્ર રૈનાએ કર્યા પ્રહાર જમ્મુ-કાશ્મીર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના (Ravindra Raina) એ Article 370 પરના કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ (Digvijay Singh) ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમનો પક્ષ કોંગ્રેસના નેતાઓના ભારત વિરુદ્ધના ષડયંત્રને સફળ થવા દેશે નહીં, ભલે આના માટે કોંગ્રેસ નેતાઓ 100 જન્મ લેશે તો પણ ભારતીય જનતા પાર્ટી તેમના દેશ વિરોધી ઈરાદાઓ પાર પાડવા નહીં દે.

આની પટકથા ગાંધી પરિવારે લખી છે : રવીન્દ્ર રૈનાએ ભાજપા નેતા રવીન્દ્ર રૈનાએ વિરોધી પક્ષ પર પાકિસ્તાન, ભાગલાવાદીઓ અને આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ આરોપ લગાવ્યો અને કહ્યું કે, ભારત માતાને પીઠમાં છરો ખોસવાના ષડયંત્ર બદલ રાષ્ટ્ર કોંગ્રેસને માફ નહીં કરે.

Article 370 પરના કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ (Digvijay Singh) ના નિવેદન પર રવિન્દ્ર રૈના (Ravindra Raina) એ આરોપ લગાવ્યો કે દિગ્વિજયસિંહના આ નિવેદનની પટકથા ગાંધી પરિવાર દ્વારા લખાઈ હતી અને પાકિસ્તાન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની જનતા Article 370 નાબુદ થવા પર ખુશ છે કારણ કે તે પાકિસ્તાની વિચારધારાના મજબૂત થવા અને અલગતાવાદના ઉદય અને પ્રોત્સાહનનું મુખ્ય કારણ હતું.તેમણે કહ્યું આર્ટીકલ 370 ગુર્જર અને બકરવાલ, પહાડી ભાષી લોકો, મહિલાઓ અને પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ સહિતના અનેક સમુદાયોમાં થતાં અન્યાય માટે જવાબદાર હતો.

કોંગ્રેસના એજેન્ડા લાગુ થવા નહી દઈએ : રવીન્દ્ર રૈનાએ રૈનાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસને Article 370 નાબુદ થવા પર દુઃખે છે માટે ષડયંત્ર રચી રહી છે અને આ તેમના વરિષ્ઠ નેતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે.અમે સોનિયા ગાંધી, રાહુલ અને દિગ્વીસિંહને જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ કરવા નહીં દઈએ.

આ પણ વાંચો : SAD BSP Alliance : પંજાબમાં અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે થયું ગઠબંધન, બેઠકોની વહેંચણી પણ કરી લીધી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">