લોકસભાની ચૂંટણીમાં ઉ.ગુજરાતની 5 બેઠકો પર કોને મળશે ટિકિટ? જાણો ઉ.ગુજરાતની બેઠકોના BJP-CONGના પ્રબળ દાવેદારો, જુઓ VIDEO

TV9 Web Desk3

|

Updated on: Feb 06, 2019 | 8:17 AM

લોકસભાની ચૂંટણી એટલે દિલ્હી સુધી પહોંચવાનો રસ્તો. ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓએ દિલ્હી જવા માટેની દોડધામ વધારી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કેવી રીતે મળે તેના પ્રયાસો શરૂ થઈ ગયા છે. તોડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. જો કે દિલ્હી સુધી જવાની તક કોને મળશે, તેના પર સૌની નજર રહે છે. ટીવીનાઈન […]

લોકસભાની ચૂંટણીમાં ઉ.ગુજરાતની 5 બેઠકો પર કોને મળશે ટિકિટ? જાણો ઉ.ગુજરાતની બેઠકોના BJP-CONGના પ્રબળ દાવેદારો, જુઓ VIDEO

Follow us on

લોકસભાની ચૂંટણી એટલે દિલ્હી સુધી પહોંચવાનો રસ્તો. ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓએ દિલ્હી જવા માટેની દોડધામ વધારી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કેવી રીતે મળે તેના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

તોડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. જો કે દિલ્હી સુધી જવાની તક કોને મળશે, તેના પર સૌની નજર રહે છે. ટીવીનાઈન પાસે એવા કેટલાક નામ છે, તેમના પર ઢોળાઈ શકે છે પસંદગીનો કળશ. આજે વાત કરીએ ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો અંગે..

લોકસભામાં પક્ષો જીતની રણનીતિ તો બનાવે છે. પરંતુ સાથે જ શરૂ થાય છે, એ મૂરતિયાને શોધવાની કવાયત જે અપાવી શકે છે જીત. એવા જ ઉમેદવાર શોધવામાં આવે જે જીત અપાવી શકે, તેના પ્રબળ દાવેદાર હોય. ઉત્તર ગુજરાતની ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ એમ પાંચ બેઠક છે. આ પાંચ બેઠક પર અનેક નામો ચર્ચામાં છે.

જુઓ VIDEO:

BJP and Congress candidates who are likely to contest LS elections from North Gujarat

#BJP and #Congress candidates who are likely to contest LS elections from North #Gujarat #TV9News

Posted by TV9 Gujarati on Wednesday, February 6, 2019

ગાંધીનગર બેઠક

ગાંધીનગર બેઠક પરથી એલ. કે. અડવાણી સાંસદ છે. જો કે તેમની રિપીટ થવાની શક્યતા ઓછી. વધતી ઉંમર અને મત વિસ્તારમાં સતત ગેરહાજરીથી નામ કપાવાની શક્યતા ગણવામાં આવી રહી છે. હવે આ શક્યતાને લઈને ભાજપ કોઈ અન્ય દિગ્ગજ નેતાને ટિકિટ આપી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે તેવી શક્યતા. તો આઈ.કે. જાડેજા અથવા બિપીન પટેલને પણ ભાજપ તક આપી શકે છે. તો આ તરફ કોંગ્રેસ સી.જે. ચાવડા કે નિશીથ વ્યાસને મેદાને ઉતારી શકે.

ઉત્તર ગુજરાતના હબ ગણાતી મહેસાણા બેઠક

મહેસાણા બેઠક પર ભાજપ જયશ્રી પટેલને રિપીટ કરી શકે છે. ગત લોકસભાની ચૂંટણીમાં 2 લાખ કરતા વધુ મતે જયશ્રી પટેલ જીત્યા હતા.

જયશ્રી પટેલની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જીવા પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન રજની પટેલનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. તો કોંગ્રેસ કીર્તિસિંહ ઝાલા અને બળદેવજી ઠાકોરને ઉતારી શકે છે.

પાટણ બેઠક

પાટણમાં હાલ સાંસદ છે લીલાધર વાઘેલા. મનાઈ રહ્યું છે કે, લીલાધર વાઘેલાની આ વખતે ટિકિટ કપાઈ શકે છે. ઠાકોર સમાજના આગેવાન જુગલજી ઠાકોર. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બળવંતસિંહ રાજપૂત અને કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરને પણ ભાજપ ટિકિટ આપી શકે છે. આ તરફ કોંગ્રેસ જગદીશ ઠાકોર અથવા અલ્પેશ ઠાકોરના પત્ની કિરણ ઠાકોરને પણ મેદાનમાં ઉતારી શકે છે.

બનાસકાંઠા બેઠક

બનાસકાંઠામાં ભાજપના હરિભાઈ ચૌધરી ચાર ટર્મથી સાંસદ છે અને ભાજપ હરીભાઈને રિપિટ કરી શકે છે. આ ઉપરાંત શંકર ચૌધરી, કેશાજી ચૌહાણ અને પરથી ભટોળ પણ પ્રબળ દાવેદાર છે. તો કોંગ્રેસમાંથી ગોવાભાઈ દેસાઈ, દિનેશ ગઢવી રેસમાં છે. સાથે જ વિરજી જુડાલ અને રાજેન્દ્ર જોશીને પણ કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે.

સાબરકાંઠા બેઠક

સાબરકાંઠા બેઠક પર ભાજપના દિપસિંહ રાઠોડ સાંસદ છે. ભાજપ દિપસિંહને રિપીટ કરી શકે છે તો પૂર્વ શિક્ષણપ્રધાન જયસિંહ ચૌહાણ. યુવા નેતા ગજેન્દ્રસિંહ પરમાર. પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણને પણ ભાજપ તક આપી શકે છે. તેની સાથે કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને અશ્વિન કોટવાલને ઉભા રાખી શકે છે. સાબરકાંઠા બેઠક પરથી NCPમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા પણ ચૂંટણી લડી શકે તેમ છે. જો કે અનેક નામોમાંથી જીત અપાવે તેવા નામને પસંદ કરવાની કવાયત ભાજપ-કોંગ્રેસ કરી રહ્યા છે.

[yop_poll id=1133]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati