Bihar Politics : LJP ના અધ્યક્ષપદેથી Chirag Paswan ને હટાવાયા, સુરજભાણસિંહ બન્યા નવા અધ્યક્ષ

LJP ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 15 જૂન, મંગળવારે સંસદીયદળના નેતા પશુપતિ કુમાર પારસના ઘરે મળી હતી. બેઠકમાં સર્વસંમતિથી ચિરાગ પાસવાન (Chirag Paswan) ને રાષ્ટ્રીય અધ્યક્ષપદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા.

Bihar Politics : LJP ના અધ્યક્ષપદેથી Chirag Paswan ને હટાવાયા, સુરજભાણસિંહ બન્યા નવા અધ્યક્ષ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 6:08 PM

Bihar Politics : બિહારના એક સમયે NDA ગઠબંધનનો ભાગ રહેલી લોક જનશક્તિ પાર્ટી (LJP) માં હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. 14 જૂનના રોજ પશુપતિ કુમાર પારસ સહીત પાંચ સાંસદોએ બળવો કર્યો હતો. હવે પશુપતિ કુમાર પારસ LJP સંસદીયદળના નેતા બનતા Chirag Paswan ને LJP ના અધ્યક્ષપદેથી હટાવી દેવામાં આવ્યાં છે.

ચિરાગ પાસવાનની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી LJP ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 15 જૂન, મંગળવારે સંસદીયદળના નેતા પશુપતિ કુમાર પારસના ઘરે મળી હતી. બેઠકમાં સર્વસંમતિથી ચિરાગ પાસવાન (Chirag Paswan ) ને રાષ્ટ્રીય અધ્યક્ષપદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ સૂરજભાણસિંહની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.LJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

માતાને અધ્યક્ષ બનાવવા માંગતા હતા ચિરાગ પક્ષ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાના પ્રયાસોના ભાગ રૂપે ચિરાગ પાસવાન (Chirag Paswan) 14 જૂન સોમવારે દિલ્હીમાં તેના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે ગયા. મીડિયા અહેવાલો પ્રમાણે ચિરાગ પાસવાન તેમની માતા રીના પાસવાનને LJP ના અધ્યક્ષ બનાવવાની શરત સાથે પોતે રાજીનામું આપશે તેવી દરખાસ્ત લઈને આવ્યા હતા. ચિરાગ પાસવાને લગભગ દોઢ કલાક રાહ જોઈ. પણ પશુપતિ કુમાર પારસના ઘરના દરવાજા ન ખુલ્યા.

એકલા પડ્યા ચિરાગ પાસવાન સ્વાભાવિક છે કે ચિરાગ પાસવાન (Chirag Paswan) સિવાય પાર્ટીના પાંચેય સાંસદોના સમર્થનને લીધે પશુપતિ કુમાર પારસનું પલડું આ સમયે ભારે લાગી રહ્યું છે. તેઓ કોઈ પણ પ્રકારનાં સમાધાનની તરફેણમાં નથી પરંતુ પક્ષને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવા માંગે છે. ચિરાગનો પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ પણ હાલમાં કાકા પારસ સાથે છે. આવી સ્થિતિમાં ચિરાગ પાર્ટીમાં સંપૂર્ણ રીતે એકલા છે.

પાર્ટી માતા સમાન હોય છે : ચિરાગ પાસવાન બિહારના રાજકારણમાં આ સમગ્ર ઘટનાક્રમ પછી પહેલીવાર ચિરાગ પાસવાન (Chirag Paswan) એ તેની પ્રતિક્રિયા આપી છે.ચિરાગ પાસવાને ટ્વિટર પર એક પોસ્ટ લખી અને 29 માર્ચના દિવસે તેના કાકા પશુપતિ કુમાર પારસને લખેલો એક પત્ર શેર કર્યો. ટ્વીટમાં તેણે લખ્યું,

“મેં પ્રયાસ કર્યા પણ પિતા અને મારા પરિવાર દ્વારા બનાવેલી આ પાર્ટીને જાળવી રાખવામાં નિષ્ફળ ગયો. પાર્ટી માતા સમાન હોય  છે અને માતાને છેતરવી જોઈએ નહીં. લોકશાહીમાં લોકો સર્વોપરી હોય છે. હું પાર્ટીમાં વિશ્વાસ ધરાવતા લોકોનો આભાર માનું છું. હું એક જૂનો પત્ર શેર કરું છું.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">