AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકાર માટે બીજી એક પરીક્ષા, બહુમત હોવા છતાં ભાજપ દેશે ટક્કર

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકાર માટે બીજી એક પરીક્ષા છે. રવિવારે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી યોજાશે. મહાવિકાસ અઘાડીએ કોંગ્રેસના નાના પટોલેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપે કિશન કથોરેને મેદાને ઉતાર્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં તમામ હોબાળા વચ્ચે શનિવારે ઉદ્ધવ ઠાકરેની પહેલી પરીક્ષા પાસ કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મહાવિકાસ અઘાડીએ 288 બેઠકની વિધાનસભામાં 169 મતથી […]

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકાર માટે બીજી એક પરીક્ષા, બહુમત હોવા છતાં ભાજપ દેશે ટક્કર
| Updated on: Dec 01, 2019 | 4:19 AM
Share

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકાર માટે બીજી એક પરીક્ષા છે. રવિવારે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી યોજાશે. મહાવિકાસ અઘાડીએ કોંગ્રેસના નાના પટોલેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપે કિશન કથોરેને મેદાને ઉતાર્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં તમામ હોબાળા વચ્ચે શનિવારે ઉદ્ધવ ઠાકરેની પહેલી પરીક્ષા પાસ કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મહાવિકાસ અઘાડીએ 288 બેઠકની વિધાનસભામાં 169 મતથી સમર્થન અને બહુમત મેળવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શિવસેના, NCP અને કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધનને બહુમત સાબિત કરવા 145 મતની જરૂર હતી. જો કે, તેમને 169 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. ભાજપના 105 ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. જો કે, 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. અને વોટિંગમાં ભાગ લીધો નહોતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યપાલનું સંબોધન

સ્પીકરની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે. અને જે બાદ સાંજે 4 વાગ્યે રાજ્યપાલ સદનને સંબોધન કરશે. શિવસેના, કોંગ્રેસ અને NCPને પૂર્ણ ભરોસો છે કે, સ્પીકર બનાવવાની પરીક્ષામાં પણ તેઓ જરૂર પાસ થશે. સ્પીકરની સાથે હવે ઉદ્ધવ સરકારની કેબિનેટ વિસ્તારમાં પણ નજર છે. અનુમાન પ્રમાણે ડિસેમ્બરના અંત સુધીમાં ઉદ્ધવ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે. જેમાં 14 મંત્રી શપથ ગ્રહણ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">