Assam માં કોંગ્રેસ AIUDF સહિત પાંચ દળો સાથે મળીને લડશે ચુંટણી

Assam  માં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભા ચુંટણી માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આ વખતે Assam માં કોંગ્રેસ પાંચ પાર્ટીઓ સાથે મળીને ચુંટણી લડશે.

Assam માં કોંગ્રેસ AIUDF સહિત પાંચ દળો સાથે મળીને લડશે ચુંટણી
Assam Congress

Assam  માં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભા ચુંટણી માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આ વખતે Assam માં કોંગ્રેસ પાંચ પાર્ટીઓ સાથે મળીને ચુંટણી લડશે. જે અંગેની જાહેરાત કોંગ્રેસે કરી છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે અસમમાં વિધાનસભા 2021 માં એઆઈયુડીએફ, સીપીઆઈ, સીપીઆઈએમ, સીપીઆઈ(એમએલ) અને આંચલિક ગણ મોરચા પરિષદ સાથે મળીને ચુંટણી મેદાનમાં ઉતરશે.

હાલમાં અસમમાં ભાજપની સરકાર છે. ભાજપે વર્ષ 2016ની ચુંટણીમાં 89 બેઠકો પર ચુંટણી લડી હતી અને 60 બેઠકો જીતી હતી. હાલ સર્વાનંદ સોનોવાલ અસમનાં મુખ્યમંત્રી છે. જો કે કોંગ્રસ ગત ચુંટણીમાં 122 બેઠકો પર ચુંટણી લડી હતી જેમાં તેને 26 બેઠકો મળી હતી. એજીપી 30 સીટ પર ચુંટણી લડી હતી. જેમાંથી 14 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો.

જયારે બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફ 74 બેઠક પર ચુંટણી લડી હતી અને 13 બેઠક પર જીત મેળવી હતી. બીઓપીએફણે 13 બેઠક પર ચુંટણી લડી હતી જયારે 12 ઉમેદવાર જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. જયારે વિધાનસભા ચુંટણીમાં સીપીઆઈ 15 બેઠક પર ચુંટણી લડી પરંતુ પોતાનું ખાતું ના ખોલી શકી. સીપીએમ એન સીપીઆઈ(એલ) પણ પોતાનું ખાતું ખોલાવી શકયા ન હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati