Anil Deshmukh Resigns: HCના CBI તપાસના આદેશ બાદ ગૃહમંત્રી પદથી અનીલ દેશમુખનું રાજીનામું

Anil Deshmukh Resigns: હાઈકોર્ટએ વસૂલી કેસમાં અનીલ દેશમુખની CBI તપાસના આદેશ આપ્યા બાદ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદથી અનીલ દેશમુખે રાજીનામું આપ્યું છે. આ રાજીનામું તેમણે પોસ્ટ પણ કર્યું હતું.

Anil Deshmukh Resigns: HCના CBI તપાસના આદેશ બાદ ગૃહમંત્રી પદથી અનીલ દેશમુખનું રાજીનામું
અનીલ દેશમુખનું રાજીનામું
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 3:26 PM

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ‘વસૂલી’ કૌભાંડમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને પગલે પોતાના પદથી રાજીનામું આપવાની નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા આનુસાર દેશમુખ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સુપ્રીમોને મળવા ગયા છે, ત્યારબાદ તેઓ તેમના પદ પરથી રાજીનામું આપશે. મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના આક્ષેપો સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે આ ‘વસૂલી કૌભાંડની પ્રારંભિક તપાસ કરવા કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) ને આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે દેશમુખ રાજ્યના ગૃહ પ્રધાન હોવાથી પોલીસ તેમની સામે ઉચિત તપાસ કરી શકે નહીં. તેથી આની તપાસ CBIએ કરવી જોઈએ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હાઈકોર્ટે શું આપ્યો હતો ચૂકાદો?

મુંબઇ હાઇકોર્ટે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની અરજીની સુનાવણી દરમિયાન સોમવારે મોટો ચુકાદો આપ્યો છે. ‘100 કરોડ રૂપિયા’ ની વસુલીના આરોપોની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર લાગેલા આરોપો અંગે બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જો કે CBI આ મામલે તાત્કાલિક કેસ નોંધશે નહીં.

આ અરજી પર પોતાનો ચુકાદો આપતી વખતે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ મામલે એફઆઈઆર થઇ છે, પોલીસને તપાસ માટે અપીલ કરવામાં આવી હતી.

અનીલ દેશમુખ પર વસૂલીનો આરોપ

તમને જણાવી દઈએ કે જ્યારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની બદલી થઈ હતી. ત્યારબાદ તેમણે એક પત્ર લખીને દાવો કર્યો હતો કે સચિન વાઝેને અનિલ દેશમુખે મુંબઈમાંથી મહીને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો છે. પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર પણ ઘણા આક્ષેપો કર્યા હતા.

આ કેસમાં પરમબીરસિંહે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહને પહેલા હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ બાદ પરમબીરસિંહે અને અન્ય લોકોએ અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. વળી એનસીપીના પ્રમુખ શરદ પવારે અનિલ દેશમુખના રાજીનામાની વાત પણ નકારી કાઢી હતી. હવે હાઈકોર્ટના આ મોટા ચૂકાદા બાદ અનીલ દેશમુખ અને મહારાષ્ટ્રના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. જોવું રહ્યું કે CBI આ બાબતે શું રીપોર્ટ રજુ કરશે.

આ પણ વાંચો: હાઈકોર્ટનો ફેસલો, દેશમુખને ઝટકો: 100 કરોડની વસૂલીના આરોપની CBI કરશે તપાસ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">