નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા ગુજરાત કેડરના IAS અધિકારી જોડાયા ભાજપમાં, મળી શકે છે મોટી જવાબદારી

નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા ગુજરાત કેડરના IAS અધિકારી જોડાયા ભાજપમાં, મળી શકે છે મોટી જવાબદારી
A K SHARMA

કેન્દ્રના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગ (MSME)ના સચિવપદથી સ્વૈછિક નિવૃતિ લેનારા IAS અધિકારી, ભાજપના ઉમેદવાર તરીકે ઉતર પ્રદેશમાંથી વિધાનસભા પરિષદની ચૂંટણી લડે તેવી શક્યતા

Bipin Prajapati

|

Jan 14, 2021 | 11:38 AM

ઘણા અધિકારીઓ આજકાલ ભાજપમાં (BJP) જોડાઈ રહ્યા છે. આ લિસ્ટ જોવા જોઈએ તો બહુ લાંબુ છે. હાલમાં જ ખબર મળી રહી છે ગુજરાત કેડરના IAS અધિકારી ભાજપમાં સામેલ થયા છે. 1988 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી અરવિંદકુમાર શર્મા ( A K SHARMA) હાલમાં જ ભાજપમાં સામેલ થયા છે. અરવિંદકુમાર શર્માએ હાલમાં જ કેન્દ્રના સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉધોગ (MSME)ના સચિવપદથી સ્વૈછિક નિવૃતિ લીધી હતી.

IAS અધિકારી અરવિંદ શર્મા વડાપ્રધાન મોદીની ખૂબ નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, અરવિંદ શર્માને વિધાન પરિષદ દ્વારા ઉત્તર પ્રદેશના રાજકારણમાં પ્રવેશ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં 28 જાન્યુઆરીએ વિધાનસભા પરિષદ (MLC)ની ચૂંટણીઓ યોજવામાં આવશે. આ ચૂંટણીમાં MLCની 12 બેઠકો નિશ્ચિત માનવામાં આવી રહી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ દેવ સિંહ અને પ્રદેશ BJP ઉપાધ્યક્ષ લક્ષ્મણ પ્રસાદ આચાર્યનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, અરવિંદ શર્મા IAS ઓફિસર હતા અને નરેન્દ્ર મોદી સાથે ત્યારથી કામ કરી રહ્યા છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મૂખ્યમંત્રી હતા. અરવિદ શર્માએ 2001 થી લઈને 2013 સુધી નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું હતું. મોદી 2014 માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે અરવિદ શર્માને દિલ્લી લઇ ગયા હતા. આ બાદ અરવિંદ શર્માને PMOમાં સંયુક્ત સચિવ પદ મળ્યું હતું. આ બાદ અરવિંદ શર્માનું પ્રમોશન થયું હતું.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati