સરકાર પર લાગી રહેલા આરોપ વચ્ચે વી કે સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, ‘250 આતંકીઓના મોતને અનુમાન જ રહેવા દો’
પૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજયમંત્રી જનરલ વી કે સિંહે બાલાકોટ ઍર સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે ઍર સ્ટ્રાઈક એક જગ્યા પર થઈ હતી. ભારતીય વાયુસેનાએ ટાર્ગેટને ચોક્કસાઈ પૂર્વક લીધો હતો. જેથી સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ના થાય. 250 આતંકીઓના મોતને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વી […]
પૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજયમંત્રી જનરલ વી કે સિંહે બાલાકોટ ઍર સ્ટ્રાઈકને લઈને મોટો ખુલાસો કર્યો છે.
તેમને કહ્યું કે ઍર સ્ટ્રાઈક એક જગ્યા પર થઈ હતી. ભારતીય વાયુસેનાએ ટાર્ગેટને ચોક્કસાઈ પૂર્વક લીધો હતો. જેથી સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ના થાય. 250 આતંકીઓના મોતને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વી કે સિંહે કહ્યું કે આ આંકડો તેની પર આધારિત છે જે મકાનમાં રહેતા હતા. તે એક અનુમાન છે. અમિત શાહ તેની પુષ્ટિ નથી કરી રહ્યાં તેમને ઘણાં આતંકીઓના મોતની વાત કરી છે.
આ પણ વાંચો : નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે
MoS MEA VK Singh on Amit Shah's "More than 250 terrorists were killed" in airstrike: That was based on people who were housed in the buildings which were hit, it's an estimate. He is not saying this is a confirmed figure, he is saying this many might have died. https://t.co/FgsI32uRay
— ANI (@ANI) March 5, 2019
વી કે સિંહે પાકિસ્તાનને આપી ધમકી
ભારતની પરમાણુ તાકાત અને તેના ઉપયોગ પર વી કે સિંહે કહ્યું કે ભારત એક જવાબદાર દેશ છે અને આપણે આપણી પરમાણુ તાકાતનો પહેલો ઉપયોગ નથી કરતા પણ જો કોઈ આપણા પર તેનો ઉપયોગ કરે છે તો આપણે દુશ્મનને નષ્ટ કરવાની સ્થિતિમાં છીએ. આપણી પાસે જમીન, હવા,અને સમુદ્વથી તેનો ઉપયોગ કરવાની તાકાત છે.
દિગ્વિજય સિંહે પુછયા હતા સવાલો
કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને ઘણાં સવાલ કર્યા તેમને કહ્યું કે વડાપ્રધાન મોદીજી તમારી સરકારના ઘણાં મંત્રી કહે છે કે 300 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કહે છે કે 250 આતંકીઓને ઠાર કર્યાં, યોગી આદિત્યનાથ કહે છે 400 આતંકીઓ ઠાર કર્યા, અને તમારા મંત્રી એસ. એસ. અહલુવાલિયા કહે છે કે એક પણ આતંકીને ઠાર કરવામાં નથી આવ્યો અને તમે આ વિષયમાં મૌન છો. દેશ જાણવા માંગે છે કે આમાં જુઠ્ઠુ કોણ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]