કૃષિ કાયદા : કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર, મૂકી આ શરત
દેશમાં કૃષિ કાયદા અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર(Government) મંત્રતા માટે તૈયાર છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર કૃષિ કાયદા(Farm laws) તેમજ અન્ય મુદ્દાઓ પર મંત્રણા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે જો ખેડુતો કૃષિ કાયદા(Farm laws)પર તેમની ચિંતાઓને તાર્કિક ધોરણે લાવે છે તો તે અંગે વાત કરવામાં આવશે.

દેશમાં કૃષિ કાયદા અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર(Government) મંત્રતા માટે તૈયાર છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર કૃષિ કાયદા(Farm laws) તેમજ અન્ય મુદ્દાઓ પર મંત્રણા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે જો ખેડુતો કૃષિ કાયદા(Farm laws)પર તેમની ચિંતાઓને તાર્કિક ધોરણે લાવે છે તો તે અંગે વાત કરવામાં આવશે.
જ્યારે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે કહ્યું છે કે ત્રણેય કાયદાને પાછા ખેંચવાની માંગ કરવાને બદલે તેમણે સરકાર(Government)સાથે વાતચીતમાં કાયદામાં રહેલી ભૂલો જણાવવી જોઈએ.
કૃષિ કાયદાઓની ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરે
ચંદે કહ્યું, “જો કોઈ પણ બે બાબતો ખોટી છે તો અમને કહો, જો કોઈ એવી પાંચ બાબતો છે કે જેની સાથે તમે અસહમત છો તો અમને એ પણ જણાવો. હું માનું છું કે ખેડૂત યુનિયન કૃષિ કાયદા (Farm laws)ઓની ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરે તો તે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે (Rakesh Tikait)તરફથી એક મોટું નિવેદન હશે. રાકેશ ટીકૈતે (Rakesh Tikait)29 એપ્રિલે કહ્યું હતું કે ખેડૂત કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ તેમણે કાયદા પરત લેવાની ચર્ચાનું સમર્થન કર્યું હતું.
કેન્દ્ર સરકારે લધુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો
આ દરમ્યાન કેન્દ્ર સરકારે(Government) લધુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે આને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ માહિતી આપી હતી. તોમરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષમાં કૃષિ ક્ષેત્રે ઘણું બધું કામ કરવામાં આવ્યું છે જેનો લાભ ખેડૂતોને મળ્યો છે.
ખેડુત આંદોલન માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી સમર્થન માંગ્યું
ઉલ્લેખનીય છે કે , આજે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) કૃષિ પેદાશો માટેના ન્યૂનતમ ટેકાના ભાવ અને નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી સમર્થન માંગ્યું હતું. તેમણે મમતા બેનર્જીને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળને એક મોડેલ રાજ્ય તરીકે કામ કરવું જોઈએ
સી એમ Mamata Banerjee ને મળ્યા બાદ ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) કહ્યું કે, “મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી હતી કે તે ખેડૂત આંદોલનને ટેકો આપશે. આ ખાતરી માટે અમે તેમનો આભાર માનીએ છીએ. પશ્ચિમ બંગાળને એક મોડેલ રાજ્ય તરીકે કામ કરવું જોઈએ અને ખેડૂતોને વધુ લાભ આપવો જોઈએ.
