સુરતમાં વધુ 300 વેન્ટિલેટર, 2500 રેમડેસિવિર ઈન્જેકશન પહોચાડાશે

ગુજરાત હાઈકોર્ટે આપેલા 3 -4 દિવસના લોકડાઉન અને સપ્તાહના અંતે કરફ્યુ લાદવાના નિર્દેશ અંગે ગાંધીનગર જઈને ચર્ચા વિચારણા કર્યા પછી જરૂરી નિર્ણય કરાશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.

| Updated on: Apr 06, 2021 | 6:18 PM

કોરોનાના Corona દર્દીઓની ઝડપથી વધતીજતી સંખ્યાને ધ્યાને લઈને, ગુજરાત સરકારે સુરતમાં વધુ 300 વેન્ટિલેટર Ventilators આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત આજ રાત્રી સુધીમાં 2500 રેમડેસિવિર ઈન્જેકશન remdesivir injection પહોચાડવા અને આવતીકાલથી સુરતમાં વધુ 50 સંજીવની રથ Sanjeevani rath દોડાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.

સુરતમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને, ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે, 2500 રેમડેસિવિર ઈન્જેકશન આજ રાત્ર સુધીમાં સુરત સિવીલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા. કોરોના અંગે જે 50 સંજીવની રથ ફરે છે તે બમણા કરીને 100 સંજીવની રથ સમગ્ર સુરતમાં ફેરવીને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવા. સુરતમાં વધુ 300 વેન્ટિલેટર્સ ફાળવવા, 800 બેડની કિડની હોસ્પિટલને તાકીદે શરૂ કરવા જેવા જનઆરોગ્યલક્ષી નિર્ણયો લેવાયા છે.

સુરતમાં કેસ વધી રહ્યા હોવાથી ચિતીત સરકારે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ સમિક્ષા બેઠક કરી હતી. જેમાં ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા અને કોરોના માટે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરાઈ છે. કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

ખાનગી નર્સિગ હોસ્પિટલ કે નર્સિગ હોમમાં પણ કોરોનાની સારવાર લઈ શકાય તેવી વ્યવસ્થા સરકાર કરી કરી રહી છે. કેડિલા ઝાયડસ કંપની કે જે રેમડેસીવર ઈન્જેકશનનું ઉત્પાદન કરે છે તેને 3 લાખ ઈન્જેકશનનો ઓર્ડર સરકારે આપ્યો છે. આમાંથી તમામ જિલ્લા અને મહાનગરોને ઈન્જેકશન ફાળવી દેવામાં આવશે.

કોરોનાને કારણે ઉદભવેલી ગંભીર સ્થિતિ અંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોનાને નિયંત્રણમાં લેવા અને કોરોનાથી સંક્રમિત થયેલા નાગરિકોને પુરતી તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કરાયા હતા. જેના આધારે કેટલાક નિર્ણયો પણ લેવાયા છે.

આ બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય રાજ્યકક્ષાના પ્રધાન કિશોર કાનાણી, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સુરતના સંસદસભ્ય દર્શનાબેન જરદોશ, સુરતના ધારાસભ્યો, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરત જિલ્લા કલેકટર, સુરત પોલીસ કમિશનર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">