8 બેઠકની પેટાચૂંટણી માટેની આજે પરીક્ષાની ઘડી, 80 ઉમેદવારોનું ભાવી 18 લાખ જેટલા મતદારો EVMમાં સીલ કરશે

 8 બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન શરૂ થઇ ગયું છે અને મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરી, પોતાનો પ્રતિનિધિ કોણ બનશે, તેની પસંદગી કરશે. મતદાન મથકો તૈયાર છે. મતદાન મથકો પરનો સ્ટાફ તૈયાર છે. માસ્ક, સેનિટાઈઝર અને ગ્લવ્ઝની પણ વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે. 8 બેઠકો પરના 80 ઉમેદવારોનું ભાવિ આશરે 18 લાખ જેટલા મતદારો […]

8 બેઠકની પેટાચૂંટણી માટેની આજે પરીક્ષાની ઘડી, 80 ઉમેદવારોનું ભાવી 18 લાખ જેટલા મતદારો EVMમાં સીલ કરશે
Follow Us:
| Updated on: Nov 03, 2020 | 7:20 AM

 8 બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન શરૂ થઇ ગયું છે અને મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરી, પોતાનો પ્રતિનિધિ કોણ બનશે, તેની પસંદગી કરશે. મતદાન મથકો તૈયાર છે. મતદાન મથકો પરનો સ્ટાફ તૈયાર છે. માસ્ક, સેનિટાઈઝર અને ગ્લવ્ઝની પણ વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે. 8 બેઠકો પરના 80 ઉમેદવારોનું ભાવિ આશરે 18 લાખ જેટલા મતદારો EVMમાં સીલ કરાશે. 8 બેઠક પર 18 હજાર 700 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા કરાઈ છે. 11 કલાકના સમયગાળામાં નક્કી થશે કે, પરિવર્તનનો પવન ફૂંકાશે કે પછી પુનરાવર્તનની લહેર ચાલશે.

અબડાસા, ધારી, લીંબડી, મોરબી, ગઢડા, કરજણ, કપરાડા અને ડાંગ બેઠક પર આજે ચૂંટણી લહેર છે. આમ તો મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રહેશે.. પરંતુ બીટીપી, આપ અને અપક્ષમાંથી પણ અનેક ઉમેદવારો જીતનો આશાવાદ સેવી રહ્યા છે. કોરોનાકાળમાં આ પહેલી ચૂંટણી છે એટલે ખાસ તકેદારી રખાઈ રહી છે. એ મતદાન કેન્દ્ર પર 1 હજાર મતદારો જ મતદાન કરી શકશે. મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, તે માટે કુંડાળા કરાયા છે જો મતદારોની સંખ્યા વધી જશે તો તેવા સંજોગોમાં દરેક મતદાન મથક પર વેઈટિંગ રૂમની પણ વ્યવસ્થા કરાઈ છે. જ્યાં ટોકન લઈને મતદારો રાહ જોઈ શકશે જેથી ભીડ થવાની તમામ શક્યતાને ટાળી શકાય. કોરોના શંકાસ્પદ મતદારો માટે પણ વ્યવસ્થા કરાઈ છે. આવા મતદારો મતદાનના છેલ્લા કલાકે એટલે કે સાંજે 5થી 6ની વચ્ચે મતદાન કરી શકશે. મતદારોને માસ્ક પહેરીની જ આવવા માટે અપીલ કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">