રઘવાયા બનેલા ચીનને હવે સાહિત્યમાં પણ શસ્ત્રની ધાર દેખાય છે. સત્તાધારી પક્ષની વિરૂદ્ધમાં કવિતા લખનારા કવિની કરી ધરપકડ

બોમ્બ, બંદુક અને તોપની તાકાત પર અભિયાન કરવા વાળા ચીનની હાલત આજે એવી થઈ ગઈ છે કે સરકાર વિરુદ્ધ કોઈ બે શબ્દ પણ બોલી દે તો સત્તાધીશો બેચેન થઈ ઉઠે છે. અવાજ ઉઠાવવા વાળાઓનો અવાજ ડામી દેવામાં આવે છે , તમામ પ્રકારનાં અત્યાચાર કરવામાં આવે છે જેને લઈને લોકો પોતાનું મોઢું ખોલવા તૈયાર નથી. સ્થિતિ […]

રઘવાયા બનેલા ચીનને હવે સાહિત્યમાં પણ શસ્ત્રની ધાર દેખાય છે. સત્તાધારી પક્ષની વિરૂદ્ધમાં કવિતા લખનારા કવિની કરી ધરપકડ
http://tv9gujarati.in/raghvaya-banela-…dhaar-dekhay-che/
Follow Us:
| Updated on: Jun 23, 2020 | 12:10 PM

બોમ્બ, બંદુક અને તોપની તાકાત પર અભિયાન કરવા વાળા ચીનની હાલત આજે એવી થઈ ગઈ છે કે સરકાર વિરુદ્ધ કોઈ બે શબ્દ પણ બોલી દે તો સત્તાધીશો બેચેન થઈ ઉઠે છે. અવાજ ઉઠાવવા વાળાઓનો અવાજ ડામી દેવામાં આવે છે , તમામ પ્રકારનાં અત્યાચાર કરવામાં આવે છે જેને લઈને લોકો પોતાનું મોઢું ખોલવા તૈયાર નથી. સ્થિતિ ત્યાં સુધી ખરાબ છે કે હાલમાં જ ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ પાસે કવિતાનાં માધ્યમથી રાજીનામું માંગનારા કવિ ઝાંગ ગુઈકી સાથે પણ એવું જ થયું છે. લું યાંગ થી પ્રસિદ્ધ એવા કવિ ઝાંગની સર્વોચ્ચ સત્તાની વિરૂદ્દમાં લોકોને ભડકાવવાનાં આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ઝાંગની ભૂલ એ હતી કે એમણે પાછલા મહિને એક કવિતા ઓનલાઈન પોસ્ટ કરી હતી કે જેમાં ઝીનપીંગના રાજીનામાની વાત કરવામાં આવી હતી. તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર બેકાબું બની હોવાનો આરોપ લગાવ્યો હોય .

                     ઝાંગની પત્નીએ કહ્યું હતું કે એના પતિની ધરપકડ વીબો પર શેર કરવામાં આવેલા વિડિયોનાં કારણે થઈ છે. શી ઝીનપીંગ પાસે રાજીનામુ માગી ને તેમણે બેકાબું બનેલી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારને સત્તામાંથી હટાવી દેવાની પણ માગ કરી હતી. ઝાંગને 13 મેનાં રોજ હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને અધિકૃત રીતે 19મી જૂનનાં રોજ આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. આ સિવાય ચીનમાં નાગરિક અધિકારો માટે વકીલાત કરવાવાળા વકીલ શૂ ઝિયોંગની પણ 22 જૂનનાં રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. વકીલે ફેબ્રુઆરીમાં લખેલા એક નિબંધમાં શી ઝીનપીંગનાં નૈતૃત્વની આલોચના કરી હતી.

             ઝાંગનાં વિડિયોને લઈને ચીનની ફ્રી લાન્સ પત્રકાર યાંગ જીલીએ વોઈસ ઓફ અમેરિકાને કહ્યું હતું કે આવા પ્રકારનાં કોઈ પણ સંદેશ કે વાતચીત માટે પરિણામની ખબર હશે અને સજા માટે તૈયાર રહીશું. યાંગે કહ્યું કે વિડિયો કોઈ બુદ્ધીજીવીની માનસિક્તાને પ્રગટ કરે છે. તો રેડીયો તાઈવાન ઈન્ટરનેશનલ મુજબ ઝાંગનો જન્મ 1971માં શાંદોંગમાં થયો હતો, તે પોતે કેટલાય વર્ષ લિઓશેંગ વિદેશી ભાષાની શાળામાં ભણી ચુક્યા છે. ઝાંગ ઈન્ડીપેન્ડ્ન્ટ ચાઈનીઝ પેન સેન્ટરનાં સદસ્ય પણ છે કે જેમણે કવિને તરત છોડી મુકવાની માગ પણ કરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">