Ahmedabad: બિપરજોય વાવાઝોડાના પગલે અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, જુઓ photos
અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયુ વાતાવરણ સર્જાતા સુંદર દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીના કારણે અનેક જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
1 / 5
અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયુ વાતાવરણ સર્જાતા સુંદર દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીના કારણે અનેક જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
2 / 5
અમદાવાદ રિવરફ્રન્ટ ઉપરથી ખૂબ જ રમણીય દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ શહેરના વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે આજે આકાશમાં સફેદ અને કાળા વાદળો જોવા મળ્યા હતા
3 / 5
બિપરજોય વાવાઝોડું ગુજરાતથી 640 km દૂર છે પણ તેના અણશાર અત્યારથી જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત અનેક જીલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે.
4 / 5
હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
5 / 5
અમદાવાદમાં વાવાઝોડું આવવાની શક્યતાઓ નહીંવત છે અમદાવાદમાં વાવાઝોડું ટકરાશે નહીં પરંતુ તેની અસરના ભાગરૂપે વાદળછાયું વાતાવરણ ભારે પવન અને વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે આજથી અમદાવાદ શહેરમાં વરસાદ પડેની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
Published On - 8:55 am, Wed, 14 June 23