Olympics ની ઓપનિંગ સેરેમની પહેલા મેડલ જીતવા ભારતીયોની Tokyo માં પ્રેક્ટિસ
Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિક માટે ખેલાડીઓનુ પહેલુ દળ 18 જુલાઇએ ભારતથી રવાના થઇ ગયુ હતુ. ટોક્યો પહોંચ્યા બાદ લગભગ તમામ ખેલાડીઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે.

સાંકેતિક તસ્વીર
- ટોક્યો ઓલિમ્પિક માટે ખેલાડીઓનુ પહેલુ દળ 18 જુલાઇએ ભારતથી રવાના થઇ ગયુ હતુ. ટોક્યો પહોંચ્યા બાદ લગભગ તમામ ખેલાડીઓ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. 23 તારીખે ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની સાથે રમતોની શરુઆત થશે.
- ભારત માટે ઓલિમ્પિક મેડલ લાવવા માટે પ્રબળ દાવેદાર બજરંગ પૂનિયાએ પણ ટોક્યો પહોંચીને તૈયારી શરુ કરી દીધી છે. બજરંગ કેટલાક સમય પહેલા ટ્રેનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ હવે તેઓ સંપૂર્ણ રીતે ફિટ થઇને તૈયારીમાં લાગી ચૂક્યા છે.
- પહેલીવાર ભારત તરફથી સ્વીમિંગમાં ત્રણ ખેલાડીઓ ભાગ લેવાના છે. આ ત્રણ ખેલાડીઓ પ્રેક્ટિસ શરુ કરી ચૂક્યા છે અને બાકીનો સમય તેઓ સાથે પસાર કરે છે.
- ભારતનું બોક્સિંગ દળ ઓલિમ્પિક પહેલા પોતાને રિલેક્સ કરતુ દેખાયુ. બોક્સિંગ દળમાં કેટલાક ખેલાડીઓ સાંજના સમયે ઓલિમ્પિક ગેમ વિલેજમાં સમય પસાર કરતા દેખાયા જેમાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયમ મેરીકોમ પણ સામેલ છે. આ ખેલાડી ઓલિમ્પિક ગેમ વિલેજમાં જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. કારણે બૉક્સિંગ ઇવેન્ટનુ સ્થળ ઓલિમ્પિક ગેમ વિલેજથી બહુ દૂર છે.
- ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી એકમાત્ર તલવારબાજ ભવાની દેવીએ બુધવારે અભ્યાસ શરુ કરી દીધો. ભવાની દેવી આ વખતે તિરંગાના રંગમાં રંગાયેલા પોતાના હેડ ગિયરને લઇને ચર્ચામાં છે.
- ભારતના આર્ચરી દળે પણ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. ખેલાડીઓ દિવસે તો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ રાત્રે પણ ફ્લડ લાઇટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારત તરફથી ચાર નિશાનેબાજ ઓલિમ્પિકમાં ભાગ લેશે.





