
જેની પાસે ટેલિસ્કોપ છે તેઓ આ મહિને પૃથ્વી પરથી યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહો પણ જોઈ શકશે. જો કે આ દૂરના ગ્રહો ઓછા તેજસ્વી દેખાશે, પરંતુ તેમનો સમાવેશ આ ખગોળીય ઘટનાની સુંદરતામાં વધુ વધારો કરશે.

ખગોળશાસ્ત્રીઓ આ ઘટનાને "ગ્રહ પરેડ" કહે છે, કારણ કે ઘણા ગ્રહો એક સીધી રેખામાં દેખાય છે. આવી ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે, તેથી જાન્યુઆરી 2025 આકાશ નિહાળનારાઓ માટે ખૂબ જ રોમાંચક મહિનો ગણવામાં આવી રહ્યો છે.

આ ખગોળીય ઘટના માત્ર જોવામાં સુંદર નથી પરંતુ અવકાશ સંશોધન માટે પણ મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર ઘટે છે, જે અવકાશયાન લોન્ચ કરવા અને અવકાશ મિશન મોકલવા માટેનો આદર્શ સમય બનાવે છે.
Published On - 12:07 pm, Mon, 13 January 25