IRCTC Tour : સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવશે આઈઆરસીટીસી, જાણો UP સહિત ગુજરાતના શહેરો માટે પ્રવાસની વિગતો

|

May 27, 2024 | 12:40 PM

Bharat Gaurav Train : લોકોની માગને ધ્યાને લઈને IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા સાત જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે એક ટાઈમટેબલ લઈને આવી છે. જેમાં તમે એકસાથે 07 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો.

1 / 6
Bharat Gaurav Train : ભારતીય રેલવે એ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને તેનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. હાલમાં ભારતીય રેલવેનું નેટવર્ક 68 હજાર કિલોમીટરથી વધુ છે અને 8 હજારથી વધુ રેલવે સ્ટેશનો છે.

2 / 6
IRCTC સાત જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. આ માટે આ યાત્રા ગોરખપુરથી શરૂ થશે અને બનારસ, પ્રયાગરાજ, રાયબરેલી, લખનઉ, કાનપુર, ઉરઈ, લક્ષ્મીબાઈ થઈને ઔરંગાબાદ અને ખંડવા જશે.

3 / 6
આ પેકેજ હેઠળ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે.

4 / 6
દેશની અંદર સાત જ્યોતિર્લિંગના દર્શન માટેનું પેકેજ 26 જૂને ભારત ગૌરવ ટ્રેન દ્વારા શરૂ કરવામાં આવશે. જે 12 રાત અને 13 દિવસનું હશે.

5 / 6
તમે તમારી પસંદગી અને બજેટ પ્રમાણે ટ્રેનના સ્લીપર ક્લાસ, સેકન્ડ એસી અને થર્ડ એસી પસંદ કરી શકો છો. જો તમે ઈકોનોમી ક્લાસ (સ્લીપર)માં મુસાફરી કરો છો તો તમારે 22,150 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે કમ્ફર્ટ ક્લાસ (થર્ડ એસી) પેકેજ લો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 36,700 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કમ્ફર્ટ ક્લાસ (સેકન્ડ એસી) માટે તમારે વ્યક્તિ દીઠ 48,600 રૂપિયા ખર્ચવા પડશે.

6 / 6
જેમાં ભક્તોની યાત્રા ગોરખપુરથી શરૂ થશે. ત્યારબાદ મુસાફરો બનારસ, પ્રયાગરાજ, રાયબરેલી, લખનૌ, કાનપુર, ઓરાઈ, લક્ષ્મીબાઈ, લલિતપુર, બીના, ઉજ્જૈન, દ્વારકા, સોમનાથ, નાસિક, ખડકી, ઔરંગાબાદ, ખંડવા સ્ટેશનોથી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

Next Photo Gallery