Ahmedabadથી જગન્નાથપુરી જવા માટે આ ટ્રેનમાં 40થી વધુ સ્ટેશનો પર સ્ટોપેજ લે છે, રથયાત્રાની મજા લૂંટી લો!

|

Jun 01, 2024 | 2:07 PM

Rath Yatra 2024 : રથયાત્રા નજીક આવી રહી છે. ત્યારે જગન્નાથ પ્રભુના દર્શન કરવા એ બધાની ઈચ્છા હોય છે. તો આજે અમે તમને અમદાવાદથી જગન્નાથપુરી પહોંચવા માટે કંઈ ટ્રેનમાં જવું અને કેટલું ભાડું રહેશે તેના વિશે માહિતી આપશું.

1 / 5
અમદાવાદ અને પુરી વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન 12844 ADI PURI SF EXP છે. પુરી પહોંચવામાં લગભગ 37 કલાક 5 મિનિટ લાગે છે.

2 / 5
આ ટ્રેન અમદાવાદ (ADI) થી 19:00:00 વાગ્યે ઉપડે છે અને 08:05:00 વાગ્યે પુરી (PURI) પહોંચે છે. ટ્રેન દ્વારા અમદાવાદથી પુરીનું અંતર 2132 કિલોમીટર છે.

3 / 5
અમદાવાદથી પુરી સુધી ચાલતી ટ્રેન અઠવાડિયે 4 દિવસ ચાલે છે. રવિવારે, સોમવારે, ગુરુવારે અને શનિવારે આ ટ્રેન ચાલે છે. આ અપડેટ ન્યૂઝ લખાય છે ત્યાં સુધીનું છે. ટિકિટ બુક કરાવતા પહેલાં ઓનલાઈન ચેકિંગ કરી લેવું. જેથી કરીને કોઈ પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે.

4 / 5
આ ટ્રેનમાં અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત જેવા ગુજરાતના સ્ટેશનો આવે છે. આ ટ્રેનમાં 2A, 3A, SL જેવા કોચને જોડવામાં આવ્યા છે.

5 / 5
તેમાં આપણે ટિકિટની વાત કરીએ તો, તેની સ્લીપર કોચની ટિકિટ 810 રુપિયા છે. તેની 3A ની ટિકિટ 2120 રુપિયા છે તેમજ 2A ની ટિકિટ 3065 રુપિયા છે.

Next Photo Gallery