AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેં રાહુલજી, આમાં સત્ય, અહિંસા અને સત્યાગ્રહ ક્યાં આવ્યા?

ગુજરાતમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) એક વિધાન નડી ગયું. કર્ણાટકના કોલાર ગામની સભામાં તેણે કૌભાંડને મોદી અટક સાથે જોડી દીધું. 13 એપ્રિલ 2019ના દિવસે આ વિધાન થયું કે બીજા દિવસે 15મી એ સુરતવાસી પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી.

હેં રાહુલજી, આમાં સત્ય, અહિંસા અને સત્યાગ્રહ ક્યાં આવ્યા?
Rahul Gandhi
| Updated on: Mar 23, 2023 | 6:19 PM
Share

આજકાલ રાહુલ ગાંધીના વિચારોની બોલબાલા છે. 13 મી (પહેલી નહીં) એપ્રિલ 2019ના દિવસે જાહેર મંચ પરથી કૌભાંડોની વાત કરતાં એવું કહ્યું કે આ નીરવ મોદી, લલિત મોદી વગેરેના કૌભાંડ થયા. આમાં બધે મોદી અટક જ કેમ છે? રાહુલ ગાંધી ચતુરાઈથી આ કહેવા માગતા હતા. કહી પે નિગાહે, કહી પે નિશાના. પણ દરેક વખતે આમાં સફળ થવાતું નથી એ વાત તે ભૂલી ગયા. કોંગ્રેસ નેતાઓ ક્યાં સુધી જાય છે ટીકા કરવામાં તેના તો અસંખ્ય ઉદાહરણો છે.

એક નેતાએ નરેન્દ્ર દામોદરદાસ મોદીને બદલે પિતાનું નામ ફેરવીને બોલ્યા પછી જાણે મોટી ધાડ મારી હોય તેમ મરક મરક હસીને સુધાર્યું. મણિશંકર અય્યરે ચા વેંચનારો વડાપ્રધાન ના હોય શકે, તેને ક્યાંક કીટલી રાખીને ચા વેંચવી જોઈએ એવું કહ્યું. નીછ શબ્દ આવ્યો. રાષ્ટ્રપતિ મૈથિલી મહિલા થયા તો તેમની હાંસી ઉડાવવામાં આવી. હિટલર તો સામાન્ય ગાળ બનાવી દેવામાં આવી. સોનિયા ગાંધીને કોણે સ્ક્રિપ્ટ લખી આપી હશે તે તેઓ જાણે, પણ મોત કા સોદાગર કહીને પોતાની વોટ બેંકમાં ગાબડું પાડ્યું એ બહુ જૂની વાત નથી. તેમાથી પ્રેરણા લઈને રાહુલ ગાંધીએ એક સૂત્ર આપ્યું : ચોકીદાર ચોર હૈ. વડાપ્રધાને કોઈવાર પોતાને દેશના ચોકીદાર કહ્યા હતા તેનો જવાબ આપવામાં રાહુલે આમ કહ્યું અને સર્વોચ્ચ અદાલતનો ઠપકો સાંભળવો પડ્યો. સેનાના સેનાપતિને પણ બક્ષવામાં બાકી ના રાખવામા આવ્યા, અને લંડનમાં જઈને રાહુલ ગાંધી એ ફરિયાદ કરતાં બચ્ચાની જેમ કહ્યું કે હું બોલું ત્યારે માઈક બંધ કરી દેવામાં આવે છે, દેશમાં લોકશાહી રહી નથી તેને બચાવવા માટે તમારે કોશિશ કરવી જોઈએ. મોદી જુઠ્ઠું બોલે ચાહે આ વાક્ય તો તેમનું કાયમી બની ગયું.

પણ એક વિધાન તેને નડી ગયું તે પણ ગુજરાતમાં. કર્ણાટકના કોલાર ગામની સભામાં તેણે કૌભાંડને મોદી અટક સાથે જોડી દીધું. 13 એપ્રિલ 2019ના દિવસે આ વિધાન થયું કે બીજા દિવસે 15મી એ સુરતવાસી પૂર્ણેશ મોદીએ ફરિયાદ દાખલ કરી સુરતની કોર્ટમાં. 7 જૂને રાહુલ ગાંધી પર સમન્સ ગયું. 16 જુલાઈ રાહુલ કોર્ટમાં હાજર રહ્યા, બીજીવાર 27 નવેમ્બરે આવ્યા. બરાબર ત્રણ વાર 11 મહિના અને આઠ દિવસે ચુકાદો આવ્યો તેમાં કલમ 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને 15000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો.

ન્યાયાલયની પરંપરા મુજબ હવે હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ જઈ શકે અને તેમ થશે પણ ખરું. પણ આ સજા પછી રાહુલ ગાંધીનું ટ્વીટ જાણવા જેવુ છે. 23 માર્ચના 12.13 કલાકે તેમણે ટ્વિટ કર્યું કે “મેરા ધર્મ સત્ય ઔર અહિંસા પર આધારિત હૈ. સત્ય મેરા ભગવાન હૈ, ઔર અહિંસા ઉસે પાને કા સાધન” અને બહેન પ્રિયંકાએ પણ લખ્યું, “મેરે ભાઈ ના કભી ડરે હૈ, ન કભી ડરનેવાલે હૈ. સચ બોલતે જીયે હૈ, સચ બોલતે રહેંગે. દેશ કે લોગો કી આવાઝ ઉઠાતે રહેંગે.”

ભાઈ બહેનની વાત તો મજાની છે. મહાત્મા ગાંધીના આ શબ્દો છે, “સત્ય” “અહિંસા” “નીડરતા” “ધર્મ”… ઓહોહોહો… કેવા સનાતન શબ્દો! જોકે એક કવિએ ગાંધીજીના આવા શબ્દો કેવી રીતે વપરાય છે તે સરસ પંક્તિમાં કહ્યું છે.

“અમે બાપુ તણા પગલે એવા છીએ ચાલ્યા હવે બાપુ તણા પગનું પગેરું શોધવું પડશે..”

પણ આ તો ગુજરાતી કવિતા. રાહુલને કોણ સમજાવે અને કોઈ સમજાવે તો કેવું સમજાવે? હા, સુરતથી થોડેક દૂર દાંડી સ્મારક છે. બીજી તરફ બારડોલી છે, જ્યાં સરદારે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો અને જે સરદારને ગાંધીજીના આશીર્વાદથી પ્રથમ વડાપ્રધાન બનતા અટકાવાયા હતા. ત્યારથી નેહરૂ-ગાંધીનો સત્તા પર રહેવાનો દબદબો શરૂ થયો. હવે તેવા સપના શરૂ થયા એ તો જાણે ઠીક, પણ રાહુલ શું બોલે છે તેની તેને ખરેખર સમજ છે? જયરામ રમેશ, શશિ થરૂર અને બીજા આસપાસના નેતાઓ, જરાક તો સમજાવો કે શું બોલાય અને શું ના બોલાય? હજુ વારંવાર, કશો ઈતિહાસ જાણ્યા વિના ઠપકારે છે કે હું રાહુલ ગાંધી છું, હું રાહુલ સાવરકર નથી. હું માફી નહિ માંગુ. અરે ભાઈ, માફી માંગવી કે ના માંગવી એ તમારી સમજ હશે પણ એમાં સ્વાતંત્ર્યવીર સાવરકરનું નામ લેવાની શી જરૂર? આમેય સાવરકર અને તેના પરિવારે જે યાતનાઓ સહન કરી છે એવું બનવા માટે નવો જન્મ લેવો પડે.

પણ કોઈ તેમને સમજાવે કે ના સમજાવે, ભાઈ આજકાલ અલગ મૂડમાં છે. ભારત યાત્રાને એ તપ માને છે. પુરાણા રાહુલ નથી રહ્યો એમ ફિલસૂફી કરે છે. કરવા દો, કોર્ટે કોર્ટનું કામ કર્યું. આજ સુધીમાં કોઈ રાજકીય નેતાને તેના વિધાનો પર આવી સજા થઈ નથી. પણ ભારતમાં જે રીતે નેતાઓ જાહેર જીવનમાં માનહાનિ કરતા વિધાનો કરે છે તે બધાએ બોધપાઠ લેવો જોઈએ. નહિં તો…. ન્યાયાલયના પિંજરે ખડા થવું પડશે. આમેય હવે કેટલાક નેતાઓ ન્યાયતંત્રની ઉપરવટ જઈને સંસદમાં તપાસની હઠ લઈને બેઠા છે. આ ભાઈ બહેનના ટ્વીટર પણ વિધાનો એક રીતે ન્યાયાલયના ચુકાદાની સામેનો અવાજ નથી? શું આ ચુકાદો સત્યની સામે છે? અહિંસાનો વિરોધી છે? અધર્મ છે?

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">