ઇમ્યુનિટી વધારવાના ચક્કરમાં ભૂલી ન જતાં વિટામિન E ના ફાયદા !!

કોરોનાની મહામારી વચ્ચે ઇમ્યુનીટી વધારવા લોકો નિતનવા નુસખા અપનાવી રહ્યા છે. ઉકાળો પીવા સાથે ખાટા ફળો અને શાકભાજીનું સેવન વધારી દીધું છે. કેટલાક લોકો તબીબોની સલાહ લઈને વિટામિન્સની ગોળીઓ પણ લઇ રહ્યા હશે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બિનજરૂરી માત્રામાં વિટામિનના સેવનથી ફાયદાને બદલે નુકશાન પણ થઇ શકે છે..વિટામિન સી અને વિટામિન ડી […]

ઇમ્યુનિટી વધારવાના ચક્કરમાં ભૂલી ન જતાં વિટામિન E ના ફાયદા !!
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Sep 04, 2020 | 10:14 AM

કોરોનાની મહામારી વચ્ચે ઇમ્યુનીટી વધારવા લોકો નિતનવા નુસખા અપનાવી રહ્યા છે. ઉકાળો પીવા સાથે ખાટા ફળો અને શાકભાજીનું સેવન વધારી દીધું છે. કેટલાક લોકો તબીબોની સલાહ લઈને વિટામિન્સની ગોળીઓ પણ લઇ રહ્યા હશે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બિનજરૂરી માત્રામાં વિટામિનના સેવનથી ફાયદાને બદલે નુકશાન પણ થઇ શકે છે..વિટામિન સી અને વિટામિન ડી ને વધુ મહત્વ આપતા લોકો વિટામિન ઈ નું કેટલું મહત્વ છે તે ભૂલી રહ્યા છે..તમને જણાવીએ વિટામિન ઈ ના ફાયદા અને તે ક્યાંથી મેળવી શકાય છે ?

એન્ટી ઓક્સીડન્ટ: વિટામિન ઈ એન્ટી ઓક્સીડન્ટ છે. આજે નાના મોટા સૌ કોઈ જંકફૂડ, તૈયાર નાસ્તા અને યુવાનો સિગારેટનું સેવન કરે છે. પાણીમાં રહેલા વિષાણુ પણ શરીરને નુકશાનકારક રહે છે જેના કારણે શરીરના કોષોનું આયુષ્ય ઘટે છે. ત્વચામાં કરચલી પડે છે, થાક લાગે છે, વૃદ્ધત્વ જલ્દી આવે છે ત્યારે વિટામિન ઈ આ ટોક્સિનનો નિકાલ કરવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વ ધીમું પાડે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો: રોગપ્રતિકારક શક્તિ લોહીમાં રહેલ T લિમ્ફોસોટ કોષ પર રહેલું છે. આ T સેલ શરીરને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.

યાદશક્તિમાં વધારો: મગજના કોષો વધારે પ્રમાણમાં ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય કોષો પર ઓક્સિડેટીવ સ્ટ્રેસ પડે છે, અને મગજના કોષો થાકી જાય છે. વિટામિન ઈ આ કોષો વધારે છે

હૃદયનું સ્વાસ્થ્ય: વિટામિન ઇ રક્તકણોના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે વિટામિન ઈ ડાયાબિટીસના દર્દીઓમાં સુગરના પ્રમાણને કંટ્રોલ કરે છે. હ્રદયરોગની શક્યતા ઘટે છે.

માસિકસ્ત્રાવ પહેલા લાગતો થાક, ચીડિયાપણું, પગ અને કમરનો દુખાવો જેવી શારીરિક તકલીફો પણ મટાડે છે

કોને -કેટલું વિટામિન ઈ જરૂરી ? 1-3 વર્ષ — 200 mg/day 4-3 વર્ષ — 300 mg/day 9-13 વર્ષ — 600 mg/day 14-18 વર્ષ — 800 mg/day 19 વર્ષથી ઉપર — 1000 mg/day

શેમાંથી મેળવી શકશો વિટામીન E ? -સૂર્યમુખીના બીજ, બદામ, પાલક, કીવી, બ્રોકોલી, ઓલિવ ઓઇલ.

વિટામિન ઈ નું વિવેકપૂર્ણ માત્રામાં સેવન કરવું. ડોક્ટરની સલાહ મુજબ જો શરીરમાં વિટામિન ઈની અપૂરતી માત્ર હોય તો જ સપ્લીમેન્ટ લેવા. જો શરીરમાં વિટામિન ઈની ઉણપ હોય તો પણ દિવસ દરમ્યાન 1 હજાર મિલીગ્રામથી વધુ સેવનથી ચક્કર, ઝાડા ઉલ્ટી જેવા લક્ષણો ઉભા થઇ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબનો સંપર્ક કરશો)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati