જો તમારા ઘરે આવેલો ગેસ સિલિન્ડર થાય છે લીક, તો તરત જ કરો આ નંબર પર ફોન

ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે, ઘરે આવેલો ગેસ સિલિન્ડર લીક થાય છે અને ગેસ એજન્સી વાળા આ સિલિન્ડર પરત લેવાનો ઇન્કાર કરી દે છે તો તુરંત જ ફોન કરીને સમસ્યાનું સમાધાન કરી શકો છો.

જો તમારા ઘરે આવેલો ગેસ સિલિન્ડર થાય છે લીક, તો તરત જ કરો આ નંબર પર ફોન
LPG Gas price hike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:50 AM

તમારી ઘરે ગેસ આજે જ ભરેલો એલપીજી સિલિન્ડર (LPG Cylinder) આવ્યો છે અને જલદી તમે તેનો ઉપયોગ કરવા માટે તેની સીલ તોડી નાખો છે. આ બાદ ખબર પડે છે સિલિન્ડર લીક થઈ રહ્યું છે. આ સ્થિતિમાં તમે તમારા વિક્રેતાને ફોન કરો છો પરંતુ તે સિલિન્ડર પાછો લેવાનો ઇન્કાર કરે છે. હવે તમે મુશ્કેલીમાં છો અને તમને બહાર નીકળવાનો કોઈ રસ્તો ખબર નથી. આ સ્થિતિમાં તમે આ નંબર પર ફોન કરીને સમસ્યાનું સમાધાન કરી શકો છો.

ટ્વિટર પર એક યુઝરે આવી જ ફરિયાદ કરી હતી. જેનો જવાબ તેલ અને ગેસ ક્ષેત્ર માટે સત્તાવાર સોશિયલ મીડિયા આધારિત ફરિયાદ નિવારણ ટ્વિટર હેન્ડલ MoPNG e-Seva દ્વારા આપવામાં આવ્યો હતો. જો તમને ઈંધણ સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, તો તમે તેને અહીં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

એક યુઝરે લખ્યું હતું કે, ગેસ સિલિન્ડર લીક થાય છે. પરંતુ હું ઓનલાઈન ફરિયાદ કરી શકતો નથી. કૃપા કરીને તરત જ મદદ કરો. આ માટે MoPNG ઇ-સેવાએ જવાબ આપ્યો અને ટ્વિટ કર્યું- “કૃપા કરીને તરત જ 1906 પર ફોન કરો. સિલિન્ડર પર એક સેફટી કેપ મૂકો અને તેને ખુલ્લી જગ્યામાં રાખો. વૈકલ્પિક રીતે કૃપા કરીને અમને તમારી સહાય માટે 16 અંકનો LPG ID, એજન્સીનું નામ, જિલ્લો, સ્થાન અને તમારો રજિસ્ટર્ડ નંબર આપો.

જો ગેસ સિલિન્ડર લોક થાય તો આ વાતનું રાખો ધ્યાન જો ગેસની ગંધ આવે તો ગભરાશો નહીં. રસોડામાં અને ઘરમાં હાજર કોઈપણ ઇલેક્ટ્રિક સ્વીચો ચાલુ કરશો નહીં.

રસોડા અને ઘરની બારીઓ અને દરવાજા ખોલો.

રેગ્યુલેટરને ચેક કરો જો તે ચાલુ હોય તો તરત જ તેને બંધ કરો.

રેગ્યુલેટર બંધ કર્યા પછી પણ ગેસ સતત લીક થઈ રહ્યો છે તો, રેગ્યુલેટર બહાર કાઢો અને સેફટીકેપ લગાવી દો.

તમારા ડીલરનો સંપર્ક કરો અને તેને પરિસ્થિતિ વિશે જણાવો જેથી તે વહેલી તકે તમારી પાસે પહોંચી શકે.

ગેસ લીક ​​ન થાય તેની ખાતરી કરવા માટે રેગ્યુલેટર અને ગેસ પાઇપને સમયાંતરે ચેક કરતા રહો. જો પાઇપ થોડો ખરાબ થઈ ગયો હોય, તો તેને તાત્કાલિક બદલો. વિક્રેતા પાસેથી ગેસ સિલિન્ડર લેતી વખતે  તેને સારી રીતે તપાસો. જો તે લીક થઈ રહ્યું હોય તો તેને ત્યાં બદલો.

આ પણ વાંચો : WI-FI on Moon : હવે ચંદ્ર ઉપર પણ માણી શકશો વાઇફાઇનો આનંદ, નેટવર્ક સ્થાપિતની તૈયારી કરી રહ્યું છે નાસા

આ પણ વાંચો :Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, 26 ઓક્ટોબરે મહત્વની બેઠક કરશે WHO

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">