200, 500 અને 2000 રૂપિયાની 1 નોટ છાપવામાં રિઝર્વ બેંકને કેટલો ખર્ચ થાય છે ? જાણો તમામ વિગતો

ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935 માં થઈ હતી. RBI દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ ચલણી નોટ 5 રૂપિયાની નોટ હતી. આ નોટ વર્ષ 1938 માં છાપવામાં આવી હતી.

200, 500 અને 2000 રૂપિયાની 1 નોટ છાપવામાં રિઝર્વ બેંકને કેટલો ખર્ચ થાય છે ? જાણો તમામ વિગતો
Indian Currency
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:53 PM

દેશમાં ચલણ જારી કરવાની સત્તા માત્ર ભારતીય રિઝર્વ બેંક પાસે છે. RBI ચલણ છાપવા માટે ન્યૂનતમ અનામત પ્રણાલીના નિયમનું પાલન કરે છે. આ નિયમ વર્ષ 1956 માં બનાવવામાં આવ્યો હતો. ચલણી નોટ છાપવા સામે રિઝર્વ બેન્કે હંમેશા 200 કરોડ રૂપિયાનું ન્યૂનતમ અનામત રાખવું પડે છે. જેમાં 115 કરોડનું સોનું અને 85 કરોડનું વિદેશી ચલણ રાખવું જરૂરી છે.

તમે દરરોજ 10, 20, 50, 100, 500 અને 2000 ની ચલણી નોટોનો ઉપયોગ કરો છો, પરંતુ શું તમે જાણો છો કે તેને છાપવા માટે કેટલો ખર્ચ થાય છે. ચાલો જાણીએ કે રિઝર્વ બેંકને 200, 500 અને 2000 રૂપિયાની 1 નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે.

કોઈ પણ ચલણી નોટ છાપવાનો ખર્ચ તેની કિંમત સાથે સીધો સંબંધિત નથી. ધારો કે 100 રૂપિયાની નોટની પ્રિન્ટિંગ કિંમત 3 રૂપિયા પ્રતિ નોટ આવી રહી છે, તો તેનો અર્થ એ નથી કે RBI ગમે તેટલી સંખ્યામાં નોટો છાપી શકે છે. જો આવું હોત તો ભારતની અર્થવ્યવસ્થા ક્યારેય નીચે ન જાત અને ભારત ગરીબ દેશથી ઘણો આગળ અને વિકસિત દેશની હરોળમાં સૌથી પહેલા સ્થાન પર જોવા મળી શકે છે.

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025

200 અને 500 રૂપિયાની ચલણી નોટ છાપવાનો ખર્ચ

200 રૂપિયાની ચલણી નોટ છાપવાનો ખર્ચ 2.93 રૂપિયા પ્રતિ નોટ આવે છે. તેની લંબાઈથી પહોળાઈનો ગુણોત્તર 66 X 146 mm² છે. 200 ની નોટ પર ‘સાંચીના સ્તૂપ’ નું ચિત્ર છપાયેલું છે. એ જ રીતે, 500 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 2.94 રૂપિયા પ્રતિ નોટ આવે છે. આ નોટ પર ‘લાલ કિલ્લા’ નું ચિત્ર છપાયેલું છે.

2000 રૂપિયાની ચલણી નોટ છાપવાનો ખર્ચ

2000 રૂપિયાની નોટની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 66 X 166 mm² છે. 2000 રૂપિયાની નોટ દેશની સૌથી વધારે મૂલ્ય ધરાવતી ચલણી નોટ છે. આ નોટ પર ‘મંગલયાન’ નું ચિત્ર છપાયેલું છે. રિઝર્વ બેંક દ્વારા આ નોટ 2016 માં નોટબંધી બાદ જારી કરવામાં આવી હતી. 2000 રૂપિયાની 1 નોટ છાપવાનો ખર્ચ 3.54 રૂપિયા પ્રતિ નોટ આવે છે.

ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935 માં થઈ હતી. RBI દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ ચલણી નોટ 5 રૂપિયાની નોટ હતી. આ નોટ વર્ષ 1938 માં છાપવામાં આવી હતી, જેમાં કિંગ જ્યોર્જ VI નું ચિત્ર હતું. ભારતીય ચલણનું નામ ભારતીય રૂપિયો (INR) છે. ભારતીય રૂપિયાનું પ્રતીક “₹” છે.

આ પણ વાંચો : આસમાને પહોચેલા ભાવને કાબુમા લેવા પેટ્રોલ-ડિઝલ ઉપર લગાવાશે GST ? જાણો ક્યારે લેવાશે નિર્ણય

આ પણ વાંચો : સિમ કાર્ડથી લઈને ટાવર લગાવવા સુધીના નિયમો બદલાશે, ટેલિકોમ કંપનીઓ માટે સરકારનો સૌથી મોટો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">