ફક્ત મારપીટ જ નહીં તમને કહેવાયેલી આ વાત પણ છે ઘરેલુ હિંસા, થઈ શકે છે જેલ

Domestic Violence Definition: શું તમે જાણવા માંગો છો કે ઘરેલુ હિંસા શું છેે અને ક્યા ક્યા કૃત્યોનો સમાવેશ ઘરેલુ હિંસામાં કરવામાં આવે છે. જેના વિશે તમારે ધ્યાન રાખવાની જરૂર છે.

ફક્ત મારપીટ જ નહીં તમને કહેવાયેલી આ વાત પણ છે ઘરેલુ હિંસા, થઈ શકે છે જેલ
મહિલા સાથે માત્ર મારપીટ જ નહીં પણ કોઈપણ વાંધાજનક કૃત્ય કરવું તે પણ ઘરેલુ હિંસામાં સમાવિષ્ટ છે.

અવારનવાર ઘરેલુ હિંસા (Domestic Violence)ના સમાચાર અખબારમાં અથવા ઈન્ટરનેટ પર પ્રકાશિત થાય છે અને તમે પણ તમારી આસપાસ ઘરેલુ હિંસાના કિસ્સા જોયા જ હશે. લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસો સામે આવ્યા હોવાના ઘણા અહેવાલો આવ્યા છે.

 

જોકે લોકો ઘણીવાર માને છે કે જ્યારે કોઈ પરિવારનો પુરુષ સભ્ય સ્ત્રી સાથે મારપીટ કરે છે, ત્યારે તે ઘરેલુ હિંસા હેઠળ આવે છે, પરંતુ એવું નથી. માત્ર મારપીટ જ નહીં, પરંતુ એવા અનેક અત્યાચારો પણ છે, જે તમને સામાન્ય લાગતા હોય, પરંતુ તે ઘરેલુ હિંસામાં સામેલ છે.

 

આવી સ્થિતિમાં આજે અમે તમને કાયદા અનુસાર જણાવીએ છીએ કે ઘરેલુ હિંસા શું છે અને મહિલા સાથે માત્ર મારપીટ કરવી જ નહીં પણ કોઈપણ વાંધાજનક કૃત્ય કરવું તે ઘરેલુ હિંસામાં સમાવિષ્ટ છે. ઘરેલુ હિંસા સાથે જોડાયેલી ખાસ વાતો જાણીએ..

 

શારીરિક શોષણ

કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ સ્ત્રી પર શારીરિક રૂપથી અત્યાચાર કરે, જેમાં દુ:ખ, ત્રાસ, જીવથી મારી નાખવાની ધમકી, આરોગ્ય સાથે આવશ્યક સમસ્યાઓ ઉભી કરવી વગેરે શારીરિક ત્રાસ અથવા શોષણમાં સમાવેશ કરી શકાય છે.

 

જાતીય સતામણી

જાતીય સતામણીમાં વ્યક્તિ કોઈ મહિલા સાથે યૌન ઉત્પીડન વગેરે કરે છે તો તેનો પણ ઘરેલું હિંસામાં સમાવેશ થયો છે.

 

વાતચીત દ્વારા સતામણી

વાતચીત દ્વારા થતી સતામણીમાં અપમાન, તિરસ્કાર કરવો, નામ બોલવું, અપમાન કરવું અને છોકરો પેદા કરવા માટે દબાણ કરવું વગેરેનો સમાવેશ થાય છે. કોઈ પણ વ્યક્તિને સતત પરેશાન કરવા પર પીડિતને કોઈ સમસ્યા ઉભી થાય તો તે પણ ઘરેલુ હિંસાનો એક ભાગ છે.

 

આર્થિક રીતે સતામણી

આર્થિક સતામણીમાં તમામ અથવા કોઈપણ આર્થિક અથવા નાણાકીય સંસાધનોથી વંચિત રાખવું, કાનૂની અધિકારથી વંચિત રાખવું, ભોગ બનનારને આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ ન કરાવવી, સંપત્તિ, પૈસા વગેરેની માંગણી કરવી વગેરેનો સમાવેશ થાય છે. કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકત, કિંમતી વસ્તુઓ, શેર, બોન્ડ વગેરેનું ટ્રાન્સફર કરાવડાવવું એ ઘરેલુ હિંસાનો એક ભાગ છે.

 

કોઈપણ સુવિધાથી વંચિત રાખવું એ પણ આર્થિક સતામણી

જણાવી દઈએ કે પહેલા ઘરેલુ હિંસાના કેસોમાં માત્ર પુરુષોને જ પક્ષકાર બનાવી શકાતા હતા, પરંતુ હવે તેમાં કોઈને પણ આરોપી બનાવી શકાય છે. તેના કારણે હવે ભાભી, દેરાણી કે જેઠાણી, સાસુ પણ ઘરેલુ હિંસાના ગુનામાં સામેલ હોય શકે છે.

 

આ પણ વાંચો :  ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ ! વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati