ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ ! વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં
વન વિભાગના એક અધિકારીએ (Forest Officer) જણાવ્યું હતું કે," ગઢચિરોલીમાં કુલ 15 લોકોને પોતાનો શિકાર બનાવનાર આદમખોર વાઘની શોધ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે."
Maharashtra: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘે અત્યાર સુધીમાં 15 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.આ વિસ્તારમાં વાઘના સતત હુમલાના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રે આ વાઘને પકડવા માટે ખાસ ટીમ તૈયાર કરી છે. આ ટીમ દરરોજ લગભગ 40 કિમી ચાલીને આ વાઘની શોધ કરી રહી છે. અગાઉ નાગજીરા ટાઇગર રિસોર્ટમાંથી વન વિભાગની ટીમ દ્વારા 20 સભ્યોની RRT (rapid response team) બોલાવવામાં આવી હતી.
ગઢચિરોલીમાં આદમખોરનો આતંક
વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગઢચિરોલીમાં અત્યાર સુધી 15 લોકોને મારી નાખનાર વાઘની (Tiger) શોધ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, જંગલમાં દરરોજ લગભગ 40 કિલોમીટર ચાલીને આ વાઘની શોધખોળ કરવામાં આવી રહી છે.પરંતુ અત્યાર સુધી વાઘ પકડમાંથી બહાર છે, તેમજ આ વાઘની હજુ સુધી ઓળખ પણ થઈ શકી નથી. હાલ સ્પેશિયલ સ્કવોડમાં સ્પેશિયલ ટાઈગર પ્રોટેક્શન ફોર્સ અને રેપિડ રેસ્ક્યુ ટીમની (Rascue Team) સંયુક્ત ટીમ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.
Maharashtra: Joint team of Special Tiger Protection Force & Rapid Rescue Team search for a tiger that killed 15 people in Gadchiroli
“We walk around 40-km daily on foot in search of the tiger but have yet to identify it,” says a team member pic.twitter.com/WWEyR5VmSm
— ANI (@ANI) September 22, 2021
ખાસ ટીમ અને 150 કેમેરાની મદદથી વાઘની શોધ કરવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે, માનવભક્ષી વાઘને પકડવા માટે, વિશેષ ટીમે આ કામગીરીમાં લગભગ 150 કેમેરા ટ્રેપ(Camera Trap) લગાવ્યા છે. આ સાથે, ડ્રોન દ્વારા પણ તેને પકડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય ખાસ ટીમ વાઘને શોધવા માટે સ્થાનિક ગ્રામજનોની મદદ પણ લઈ રહી છે.
એક અધિકારીએ (Forest Officer) જણાવ્યુ હતુ કે, ટીમ દિવસ-રાત માનવભક્ષી વાઘને પકડવાનો સતત પ્રયાસ કરી રહી છે. જો કે ગઢચિરોલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે આ કામગીરી વધુ મુશ્કેલ બની છે. મળતી માહિતી મુજબ, ગઢચિરોલીના જંગલોમાં 32 વાઘ છે. આથી આદમખોર વાધને પકડવો મુશ્કેલ બન્યુ છે.
આ પણ વાંચો: Mumbai Local Train: મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? જાણો શું કહી રહ્યા છે રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે