Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની થશે મુલાકાત, બેઠક પહેલા રાજકીય ચર્ચાઓએ પકડ્યુ જોર

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વચ્ચે દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને લઈને હાલ રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

દિલ્હીમાં અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની થશે મુલાકાત, બેઠક પહેલા રાજકીય ચર્ચાઓએ પકડ્યુ જોર
CM Uddhav thackeray and Amit Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 3:19 PM

Maharashtra : હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે. ત્યારે દિલ્હીમાં 26 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા બોલાવી બેઠક

ગૃહમંત્રી અમિત શાહે દેશમાં નક્સલવાદી ક્રિયાઓ, નક્સલ પ્રભાવિત ભાગોનો વિકાસ, શહેરી નક્સલવાદ જેવા મુદ્દાઓ પર બેઠક બોલાવી છે. આ બેઠકમાં નક્સલ પ્રભાવિત રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)પણ આ બેઠકમાં ભાગ લેશે. ત્યારે હવે લોકોની નજર આ બેઠક પર મંડરાયેલી છે.ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે,શું અમિત શાહ સાથે વન ટુ વન બેઠક કરવામાં આવશે ? શું ભાજપ અને શિવસેના (Shiv sena) વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો આ બેઠકમાં કાઢવામાં આવશે ? આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?
ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?
Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ
આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?

નક્સલવાદનો સામનો કરવા માટે સરકાર કટિબધ્ધ

આ યોગ્ય છે કે જ્યારે રાજ્યોમાં નક્સલવાદનો સામનો કરવા માટે કેન્દ્રની રાષ્ટ્રીય યોજનાઓ અને સંકલ્પને ચોક્કસ આકાર આપવામાં આવે. આ મુદ્દે 26 સપ્ટેમ્બરના રોજ યોજાનાર બેઠકમાં (Committee)ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 માં કેન્દ્રએ ઠરાવ નક્કી કર્યો હતો.ત્યારે આ બેઠકમાં આ ઠરાવને આગળ ધપાવવા, સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, વિકાસના કામોમાં ઝડપ લાવવી અને સ્થાનિક રહેવાસીઓના અધિકારોનું રક્ષણ કરવું વગેરે મુદ્દા મહત્વપૂર્ણ રહેશે.

ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમા મુખ્ય સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા 

આ બેઠક માટે દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ(Police Officers)  ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના નક્સલવાદી કૃત્યોને રોકવાના પ્રયાસો, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શરૂ થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા, ભંડોળનો ખર્ચ ન થવાને કારણે ભંડોળની વ્યવસ્થા વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ઠાકરેએ ફરી એકવાર આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ગુરુવારે બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીની બેઠકમાં જે મુદ્દાઓ રાખવાના છે તે નક્કી કરવામાં આવશે, એવું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Mumbai Local Train: મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? જાણો શું કહી રહ્યા છે રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે

આ પણ વાંચો:  Maharashtra Rain: આગામી 48 કલાક મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈ સહિત આ જીલ્લાઓમાં IMDએ જાહેર કર્યું એલર્ટ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">