AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાનો એક એવો ટાપુ જ્યાં લોકો ખાય છે પહાડ, માટીની બનાવે છે ચટણી

આ ટાપુની સુંદરતાથી દુનિયા હજુ પણ અજાણ છે. આ ટાપુને 'જિયોલોજિસ્ટ્સનું ડિઝનીલેન્ડ' પણ કહેવામાં આવે છે.

દુનિયાનો એક એવો ટાપુ જ્યાં લોકો ખાય છે પહાડ, માટીની બનાવે છે ચટણી
Hormuz Island
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 8:31 AM
Share

દુનિયામાં ઘણા બધા એવા સ્થળો છે જેનાથી મોટોભાગના લોકો અજાણ હોય છે. કેટલાક સ્થળો તો રહસ્ય (Mystery)થી ભરપૂર હોય છે. આવુ જ રહસ્યથી ભરપૂર એક સ્થળ ઇરાન (Iran)ના તટથી 8 કિલોમીટર દુર ફારસની ખાડીમાં પાણીની વચ્ચે આવેલુ છે. જે એક દ્વિપ (આઇલેન્ડ)(Island) છે.

રેઈન્બો આઈલેન્ડ તરીકે જાણીતો આઇલેન્ડ આ આઈલેન્ડનું નામ હોર્મુઝ આઈલેન્ડ છે, જેને રેઈન્બો આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ટાપુની સુંદરતાથી દુનિયા હજુ પણ અજાણ છે. આ ટાપુને ‘જિયોલોજિસ્ટ્સનું ડિઝનીલેન્ડ’ પણ કહેવામાં આવે છે, કારણ કે તેની સોનેરી નહેરો, રંગબેરંગી પહાડો અને સુંદર દેખાતી મીઠાની ખાણો મનને મોહી લે છે.

બીજી દુનિયાનો નજારો હોય તેવા દ્રશ્યો માત્ર 42 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ ટાપુ આકાશમાંથી ખૂબ જ રંગીન લાગે છે. જ્યારે અહીંના જ્વાળામુખીના ખડકો, પથ્થર, માટી અને લોખંડથી ભરપૂર, લાલ, પીળા અને અનેક રંગોમાં ચમકે છે, ત્યારે એવું લાગે છે કે જાણે આ પૃથ્વી નહીં પણ કોઈ બીજી દુનિયાનો નજારો હોય. જ્યારે અહીંના પથ્થરો અને ખડકો સૂર્યના સંપર્કમાં આવે છે, ત્યારે તે ચમકવા લાગે છે. આ ટાપુ પર 70 થી વધુ પ્રકારના ખનીજો મળી આવે છે.

ખાઇ શકાય તેવા પહાડ તમે પહાડો વિશે તો જાણતા જ હશો કે તેઓ કેટલા કઠણ હોય છે, તેમને તોડવું માત્ર મુશ્કેલ જ નહીં ક્યારેક તો અસંભવ પણ બની જાય છે, પરંતુ હોર્મુઝ આઈલેન્ડ એક એવી જગ્યા છે, જ્યાં લોકો પર્વતને પણ ખાઇ શકે છે. આ આઇલેન્ડ કુદરતી રીતે જ એવો છે કે તેને ખાઇ શકાય.

એવું કહેવાય છે કે આ ટાપુ હજારો વર્ષ પહેલા રચાયો હતો અને તેને સુંદર બનાવવામાં જ્વાળામુખીના ખડકો, ખનીજો અને મીઠાના ટેકરાનો મહત્વનો ફાળો છે. આ ટાપુની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીંનો પર્વત વિશ્વનો એકમાત્ર એવો પર્વત છે, જેને ખાઈ પણ શકાય છે, કારણ કે આ પર્વતો મીઠાના જાડા પડથી બનેલા છે.

લાલ માટીનો ઉપયોગ ચટણી તરીકે થાય છે ખનીજોની વિવિધતાને કારણે, આ ટાપુની જમીન પણ મસાલેદાર છે, જેનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે થાય છે. લોકો અહીં લાલ માટીનો ઉપયોગ ચટણી તરીકે કરે છે. આ ઉપરાંત સ્થાનિક કલાકારો પણ અહીંની લાલ માટીનો પેઇન્ટિંગમાં ઉપયોગ કરે છે. લોકો તેનો ઉપયોગ તેમના કપડાને રંગ આપવા માટે કરે છે, એટલે કે એકંદરે અહીંની માટી ‘સર્વ-વ્યાપી’ છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ કોરોનામાં મૃતકોના પરિવારને સહાય મેળવવામાં મુશ્કેલી, MCCD સર્ટિફિકેટ મેળવવા લોકો ખાઇ રહ્યાં છે ધક્કા

આ પણ વાંચોઃ બાંગ્લાદેશી બોલરોની અનોખી ‘હેટ્રિક’ થી ટીમની હાલત ખરાબ, 36 વર્ષ જૂના પરાક્રમનું કર્યું પુનરાવર્તન

g clip-path="url(#clip0_868_265)">