AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloe Vera Face Pack: એલોવેરા ત્વચા માટે વરદાનરૂપ,આ રીતે ઉપયોગ કરવાથી થશે ઘણા ફાયદા

એલોવેરા ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ સ્વસ્થ ત્વચા માટે તમે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

Aloe Vera Face Pack: એલોવેરા ત્વચા માટે વરદાનરૂપ,આ રીતે ઉપયોગ કરવાથી થશે ઘણા ફાયદા
Aloe Vera Face Pack
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 3:46 PM
Share

ઘણી વખત ત્વચા(Skin) સંબંધિત સમસ્યાઓ જેવી કે શુષ્ક ત્વચા(Dry skin), તૈલી ત્વચા, ખીલ, ખુલ્લા છિદ્રો અને સન ટેન(Sun Ten) વગેરેનો સામનો કરવો પડે છે. આ કિસ્સામાં, તમે કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને તમે એલોવેરા(Aloe vera)નો ઉપયોગ કરી શકો છો. એલોવેરા(કુવારપાઠુ) ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. આવો જાણીએ સ્વસ્થ ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો.

સ્વસ્થ ત્વચા માટે આ રીતે એલોવેરાનો ઉપયોગ કરો

એલોવેરાનો ઉપયોગ કરવાની રીત

છોડમાંથી એલોવેરાના પાનને કાપીને તેને સારી રીતે ધોઈ લો. નાની છરી વડે તેને ફરીથી અડધા ભાગમાં કાપી લો. છરી અથવા ચમચી વડે, પાનની મધ્યમાંથી જેલ બહાર કાઢો. તેને સ્વચ્છ કન્ટેનરમાં એકત્રિત કરો અને તેને બે કલાક માટે ફ્રિજમાં રાખો. તેને બહાર કાઢી ચહેરા પર જરૂરી માત્રામાં લગાવો. જ્યાં સુધી તે ત્વચામાં શોષાઇ જાય ત્યાં સુધી સારી રીતે માલિશ કરો.

વિટામિન ઇ અને એલોવેરા

વિટામિન Eની 2-3 કેપ્સ્યુલ લો અને તેમાંથી તેલ કાઢો. તેને એક ચમચી તાજા એલોવેરા જેલ સાથે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. થોડીવાર હળવા હાથે મસાજ કરો. તેને વધુ 10-15 મિનિટ માટે ત્વચા પર રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. તંદુરસ્ત ત્વચા માટે આ ફેસ માસ્ક અઠવાડિયામાં 2 થી 3 વખત વાપરી શકાય છે.

કાકડી અને એલોવેરા

લગભગ એક કપ કાકડીના ટુકડા લો અને તેને બ્લેન્ડરમાં નાખો. ઉપરાંત, તેમાં 2-3 ચમચી તાજો એલોવેરા જેલ ઉમેરો. જ્યાં સુધી તમને સ્મૂધ પેસ્ટ ન મળે ત્યાં સુધી તેમને એકસાથે બ્લેન્ડ કરો. તેને વાસણમાં ખાલી કરો. આ પેસ્ટને આખા ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવો. તેને નવશેકા પાણીથી ધોતા પહેલા તેને ત્વચા પર 15-20 મિનિટ સુધી રહેવા દો. તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.

મધ અને એલોવેરા

બે ચમચી તાજો એલોવેરા જેલ લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. એકસાથે મિક્સ કરો અને મિશ્રણને આખા ચહેરા પર લગાવો. થોડી મિનિટો માટે તમારી આંગળીઓથી હળવા હાથે મસાજ કરો અને તેને 10-15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ નવશેકા પાણીથી ધોઈ લો. તંદુરસ્ત ત્વચા માટે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકાય છે.

શિયા બટર અને એલોવેરા

એક કન્ટેનરમાં 1-2 ચમચી અનફિલ્ટર કરેલ શિયા બટર લો અને તેને ડબલ બોઈલરમાં પીગાળી લો. તેને આગ પરથી ઉતારી લો અને પછી તેને થોડું ઠંડુ થવા દો. એક અલગ કન્ટેનરમાં, એલોવેરા જેલ અને ઓગાળેલા શિયા બટરને 1:1 ના પ્રમાણમાં લો. તેને મિક્સ કરીને ચહેરા અને ગરદન પર મસાજ કરો. તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તંદુરસ્ત ત્વચા માટે તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ જાણો છો ? PM મોદીના કાફલામાં ચાલતુ આ વાહન સુરક્ષા માટે છે બ્રહ્માસ્ત્ર

આ પણ વાંચોઃ કાશીમાં શ્રમિકો પર ફૂલ વરસાવવાથી લઈને સફાઈ કામદારોના પગ ધોવા સુધી, પીએમ મોદીએ હંમેશા શ્રમિકોને સન્માન આપ્યુ, જુઓ તસવીરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">