એક વિચિત્ર બાદશાહ: ઊંચાઈના હિસાબે સૈનિકોને આપતો હતો પગાર, સૈનિકો પાસે કરાવતો હતો આવું કામ

એક રાજા ફ્રેડરિક વિલિયમ પ્રથમ, જેણે પ્રશામાં 1713 થી 1740 સુધી શાસન કર્યું. તેને ઊંચા સૈનિકો રાખવાનો એક વિચિત્ર શોખ હતો.

એક વિચિત્ર બાદશાહ: ઊંચાઈના હિસાબે સૈનિકોને આપતો હતો પગાર, સૈનિકો પાસે કરાવતો હતો આવું કામ
Frederick William I of Prussia (Image- Social Media)
Gautam Prajapati

|

May 13, 2021 | 9:24 AM

દુનિયાભરમાં વિચિત્ર રાજાઓની વિવિધ વાર્તાઓ પ્રખ્યાત થઈ છે. કેટલાક રાજાઓ તેમની ક્રૂરતા માટે જાણીતા છે, કેટલાક ઉદારતા માટે. પરંતુ વિશ્વમાં એક એવો સમ્રાટ હતો, જે તેના વિચિત્ર ક્રેઝ માટે જાણીતો છે. આ સમ્રાટને તેની સેનામાં ઊંચા સૈનિકો રાખવા અને મોટો પગાર ચૂકવવાનો ખૂબ શોખ હતો. જો કે સૈનિકોને પણ પગાર મેળવવા માટે ભારે અનાદર સહન કરવો પડતો હતો.

આ વાર્તા એ સમયની છે જ્યારે પ્રશા એક સામ્રાજ્ય હતું. વર્ષ 1932 માં તે જર્મનીમાં ભળી ગયું હતું. તેનો એક રાજા ફ્રેડરિક વિલિયમ પ્રથમ, જેણે 1713 થી 1740 સુધી શાસન કર્યું. જોકે ફ્રેડરિક વિલિયમ પ્રથમ શાંત અને માયાળુ સ્વભાવનો રાજા હતો, પરંતુ તે તેની સેનામાં ઊંચા સૈનિકોને રાખવાનો ખૂબ શોખીન હતો. એવું કહેવામાં આવે છે કે તે રાજા બનતા પહેલા, પ્રશાની સેનામાં લગભગ 38 હજાર સૈનિકો હતા જેની સંખ્યા વધીને લગભગ 83 હજાર થઈ ગઈ.

કિંગ ફ્રેડરિકને લાંબા સૈનિકોથી લગાવ હતો. તેમના રાજ્યમાં ઊંચા સૈનિકોની એક અલગ રેજિમેન્ટ હતી જેને ‘પોટ્સડેમ જાયન્ટ્સ’ તરીકે ઓળખવામાં આવતી હતી. આ રેજિમેન્ટના બધા સૈનિકો છ ફૂટથી ઊંચા હતા. કિંગ ફ્રેડરિકની સેનામાં સૌથી ઊંચા સૈનિકનું નામ જેમ્સ કિર્કલેન્ડ હતું. જેમ્સ કિર્કલેન્ડની લંબાઈ સાત ફૂટ એક ઇંચ હતી.

સૌથી મજાની વાત તો એ છે કે આ ઊંચા સૈનિકો કોઈ યુદ્ધ માટે તૈયાર નહોતા કરવામાં આવતા, પરંતુ તેઓ ફક્ત દેખાડા માટે હતા. કેટલીકવાર રાજા આ સૈનિકો પાસે મનોરંજનનું કામ પણ કરાવતા હતા. જ્યારે રાજા હતાશ થઈ જતા ત્યારે આ સૈનિકોને મહેલમાં બોલાવ્યા અને તેમને નાચવાનું કહેતા. એટલું જ નહીં, કેટલીકવાર આ સૈનિકો પાસે મહેલમાં જ કૂચ કરાવતા હતા.

કિંગ ફ્રેડરિકનું 51 વર્ષની વયે 31 મે 1740 ના રોજ અવસાન થયું. એવું કહેવામાં આવે છે કે તે સમયે તેની ‘પોટ્સડેમ જાયન્ટ્સ’ રેજિમેન્ટમાં લાંબા સૈનિકોની સંખ્યા વધીને 3,000 થઈ ગઈ હતી. તેના મૃત્યુ પછી ઘણા વર્ષો સુધી રેજિમેન્ટ સક્રિય રહી, પરંતુ 1806 માં કિંગ ફ્રેડરિકના પુત્ર ફ્રેડરિક ગ્રેટે રેજિમેન્ટને તોડી નાખી અને બધા સૈનિકોને સામાન્ય સૈનિકોમાં ભેળવી દીધા.

આ પણ વાંચો: ભારતમાં કોરોના વિસ્ફોટ માટે કોણ જવાબદાર? જાણો WHO એ કોને ઠેરવ્યા જવાબદાર

આ પણ વાંચો: Navsari: કેરી પકવતા ખેડૂતોની વ્હારે આવ્યા કૃષિ વૈજ્ઞાનિકો, કેરીના વેચાણ માટે યુનિવર્સિટીએ શરૂ કર્યું ડિજિટલ પ્લેટફોર્મ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati