Navsari: કેરી પકવતા ખેડૂતોની વ્હારે આવ્યા કૃષિ વૈજ્ઞાનિકો, કેરીના વેચાણ માટે યુનિવર્સિટીએ શરૂ કર્યું ડિજિટલ પ્લેટફોર્મ

દર વર્ષે નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂતો માટે સ્ટોલ દ્વારા વેચાણની વ્યવસ્થા કરવામાં આવતી હતી. જોકે ચાલુ વર્ષે કોરોનાને પગલે આ વ્યવસ્થા પડતી મુકાઇ છે.

| Updated on: May 13, 2021 | 8:17 AM

કોરોનાનો કેર ખેડૂતો માટે કપરો સાબિત થઇ રહ્યો છે, ત્યારે કેરી પકવતા ખેડૂતોની વ્હારે આવ્યા છે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો. દર વર્ષે નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂતો માટે સ્ટોલ દ્વારા વેચાણની વ્યવસ્થા કરવામાં આવતી હતી. જોકે ચાલુ વર્ષે કોરોનાને પગલે આ વ્યવસ્થા પડતી મુકાઇ છે.

આવા સંજોગોમાં ખેડૂતોને નુકસાન ન થાય અને ખેડૂતો કેરીનો વેપાર કરી શકે તે માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો છે. આ પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોને કેરી પકવતા ખેડૂતોના નામ સરનામા આપવામાં આવ્યા છે અને ગ્રાહકો સીધો ખેડૂતો સાથે સંપર્ક કરીને કેરીની ખરીદી કરી રહ્યા છે. આ પ્રયાસથી ખેડૂતોનું નુકસાન અટકાવી શકાય છે, ત્યારે ખેડૂતો પણ આ પ્રયાસને આવકારી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">