જાણો, એવા છોડ વિશે જે 3000 વર્ષ સુધી જીવીત રહે છે અને ગરમી વધતાં લીલો રહે છે

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વેલવીચિયા એક રણ વિસ્તારનો છોડ છે જે 3000 વર્ષથી વધુ જીવી શકે છે. તેઓ માને છે કે રણના અત્યંત કઠોર હવામાનથી આ છોડને લાંબુ જીવન જીવવાની પ્રેરણા મળી છે.

જાણો, એવા છોડ વિશે જે 3000 વર્ષ સુધી જીવીત રહે છે અને ગરમી વધતાં લીલો રહે છે
3000 વર્ષ સુધી જીવીત રહે છે આ છોડ

નવી શોધ માટે રાત -દિવસ મહેનત કરતા વૈજ્ઞાનિકોને અદ્દભૂત સફળતા મળી છે. પૃથ્વી પર દરેક જીવંત વસ્તુની ઉંમરની એક સીમા છે. આ જ કડીમાં વૃક્ષો અને છોડની વિવિધ પ્રજાતિઓ પણ છે, જે ચોક્કસ સમય પછી મૃત્યુ પામે છે.

કહેવાનો સરળ અર્થ એ છે કે એક સમય પછી તમામ વૃક્ષો અને છોડનું જીવન પણ સમાપ્ત થઈ જાય છે અને તેમાં કોઈ જીવ રહેતો નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ એવા છોડની શોધ કરી છે, જેની ઉંમર વિશે જાણીને તમે આશ્ચર્ય પામશો. હા, આ પ્લાન્ટનું નામ વેલવીચિયા, કહેવામાં આવી રહ્યું છે જેની ઉંમર હજારો વર્ષ માનવામાં આવી રહી છે.

સરળ અર્થમાં સમજીએ તો વ્યક્તિની 30 પેઢીઓ પસાર થઈ થશે પરંતુ આ છોડ સુકાશે નહીં. (અહીં આપણે માનવીની સરેરાશ ઉંમર 100 વર્ષ ધારી લીધી છે) પરંતુ એનાંથી વિશેષ આશ્ચર્યજનક બાબત એ છે કે આ છોડ રણમાં જોવા મળે છે જ્યાં હવામાન અત્યંત શુષ્ક અને ગરમ હોય છે.

 3000 વર્ષથી વધુ જીવી શકે છે વેલવીચિયા છોડ

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વેલવીચિયા એક રણનો છોડ છે જે 3000 વર્ષથી વધુ જીવી શકે છે. તેઓ માને છે કે રણના અત્યંત કઠોર હવામાનથી આ છોડને લાંબુ જીવન જીવવાની પ્રેરણા મળી છે.

એક દાવા મુજબ, લગભગ 20 લાખ વર્ષ પહેલા, વેલવીચિયા છોડના કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન, તત્કાલીન હવામાન અને દુષ્કાળે તેની આનુવંશિક રચનાને એટલી અસર કરી હતી કે તેમાં અમર રહેવાનાં ગુણધર્મો આવી ગયાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે હવામાન ખૂબ શુષ્ક અને ગરમ હતું. જેણે વેલવીચિયાને આટલાં પ્રતિકુળ હવામાનમાં પણ ટકી રહેવાની ક્ષમતા આપી હતી.

દક્ષિણ અંગોલા અને નામીબીયામાં જોવા મળે છે આ છોડ

વેલવીચિયાની ઉંમર જોતાં, તેને પૃથ્વી પર સૌથી લાંબો જીવંત છોડ તરીકે માનવામાં આવી રહ્યો છે. અત્યારે વેલવીચિયા કરતા લાંબુ જીવી શકે એવો કોઈ છોડ નથી. વેલવીચિયા મુખ્યત્વે દક્ષિણ અંગોલા અને નામીબીયામાં જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ અંગોલા અને નામીબીયાનું હવામાન ખૂબ જ કઠોર છે, જ્યાં લાંબા સમય સુધી શુષ્ક અને ગરમ હવામાન રહે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે અહીં મળેલા વેલવીચિયાના ઘણા છોડ 3000 વર્ષથી વધુ જૂના છે.

લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્રી, જે સૌથી લાંબો છોડ શોધવા માટે અભ્યાસમાં સામેલ હતા, તેમણે કહ્યું કે વેલવીચિયા એક એવો છોડ છે જેમાં સતત વૃદ્ધિ થાય છે.

કઠોર હવામાનને કારણે જનીનોમાં થયો અમરત્વનો વિકાસ

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર વર્ષ 1859 માં, વનસ્પતિશાસ્ત્રી ફ્રેડરિક વેલ્વિચે સૌથી જૂના છોડનો અભ્યાસ કરવાનું મન બનાવ્યું હતું. તેના પરથી આ પ્લાન્ટને ફ્રેડરિક વેલ્વિચ પછી વેલવીચિયા નામ મળ્યું છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે વેલવીચિયાના લાંબા આયુષ્ય પાછળ, તેમાં હાજર રહેલું તેનું આનુવંશિક માળખું છે જે અત્યંત શુષ્ક અને ગરમ હવામાનને કારણે વિકસ્યું હતું.

આ છોડની શોધ સાથે, વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે તેના આધારે કેટલાક એવા છોડ પણ વિકસાવી શકાય છે જે કઠોર હવામાનમાં પણ લાંબા સમય સુધી ટકી શકે છે.

 

આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડ્યો વેગ, સંપુર્ણ ઉંચાઈના પ્રથમ સ્તંભનું થયું નિર્માણ

Click on your DTH Provider to Add TV9 Gujarati