ખાણીપીણીની લારી પર ભીડ જમાવતાં સુરતીઓને ભારે પડશે ચટાકો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર મેળાવડો જમાવતા લોકો બની શકે છે સુપરસ્પ્રેડર

સુરતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. એવી ધારણા હતી કે સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના કેસો પર કાબુ મેળવી લેવામાં આવશે પણ તેનાથી ઉલટો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે અથવા દિવસે ભરાતા જાહેર સ્થળ પરની ભીડ અને બજારો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં સુરતીઓ સુધરવાનું નામ નથી […]

ખાણીપીણીની લારી પર ભીડ જમાવતાં સુરતીઓને ભારે પડશે ચટાકો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર મેળાવડો જમાવતા લોકો બની શકે છે સુપરસ્પ્રેડર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 01, 2020 | 1:20 PM

સુરતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. એવી ધારણા હતી કે સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના કેસો પર કાબુ મેળવી લેવામાં આવશે પણ તેનાથી ઉલટો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે અથવા દિવસે ભરાતા જાહેર સ્થળ પરની ભીડ અને બજારો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં સુરતીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને આ જ કારણ છે કે મનપાના લાખ પ્રયત્ન છતાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો.

તાજેતરમાં જ અલથાન વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ ખાણીપીણીની લારી પર લોકોની ભીડના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. જેમાં લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ વગર ખાદ્યપદાર્થો લેવા ભીડ કરતા દેખાઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

એકતરફ પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકોની ભીડ ભેગી થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યાં તમામ પ્રકારના જાહેરનામા અને ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવા દશ્યો પણ સામે આવી રહ્યા છે. જોકે સ્વાદનો આ ચટાકો સુરતીઓને જ ભારે પડી શકે તેમ છે. જો શહેરીજનો બેદરકારી દાખવશે તો અમદાવાદની જેમ જ રાત્રે દુકાનો બંધ કરવાનો વખત આવશે.

નોંધનીય છે કે શહેર જિલ્લામાં હાલ કોરોનાના કેસોની સંખ્યા 29169 પર પહોંચી છે. તે જ રીતે મૃત્યુઆંક 927 થઈ ગયો છે. શહેર જિલ્લામાં 25,712 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">