ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસ્યો 88.55 ટકા વરસાદ, હજુ પણ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદને પગલે, વર્તમાન ચોમાસામાં રાજ્યનો સરેરાશ વરસાદ 88.55 ટકા નોંધાયો છે. અત્યાર સુધી વરસાદની ભારે ઘટ ધરાવતા ઉતર ગુજરાતમાં 65 ટકા વરસાદ વરસ્યો છે. તો મધ્ય પૂર્વ ગુજરાતમાં 68 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 81.68 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ એટલે […]
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદને પગલે, વર્તમાન ચોમાસામાં રાજ્યનો સરેરાશ વરસાદ 88.55 ટકા નોંધાયો છે. અત્યાર સુધી વરસાદની ભારે ઘટ ધરાવતા ઉતર ગુજરાતમાં 65 ટકા વરસાદ વરસ્યો છે. તો મધ્ય પૂર્વ ગુજરાતમાં 68 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 81.68 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 150 ટકા અને સૌરાષ્ટ્રમાં 119 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. વિતેલા ચોવીસ કલાકની વાત કરીએ તો, 32 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ચોર્યાસીમાં નોંધાયો છે. ચોર્યાસીમાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃકોરોના પોઝીટીવ દર્દીઓના વિસ્તાર જાહેર કરવા હાઈકોર્ટની ટકોર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો