ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઢડા, લીંબડી, ડાંગ બેઠકની કરાઈ ચર્ચા, બેઠક દીઠ ત્રણ ઉમેદવારની કરાઈ ચર્ચા

ગુજરાત વિઘાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારો નક્કી, કરવા ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. આ બેઠકમાં ગઢડા, લિંબડી અને ડાંગ બેઠકની ચર્ચા કરાઈ. ત્રણેય બેઠક માટે ત્રણ ત્રણ ઉમેદવારોના નામે રીવ્યુ લેવાયો છે. લિંબડી કોળી મતદારોની બહુમતી ધરાવતી લિંબડી બેઠક માટે પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા ઉપરાંત, સુરેન્દ્રનગર ભાજપના ઉપપ્રમુખ વાઘજીભાઈ ચૌહાણ અને પૂર્વ સાંસદ […]

ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઢડા, લીંબડી, ડાંગ બેઠકની કરાઈ ચર્ચા, બેઠક દીઠ ત્રણ ઉમેદવારની કરાઈ ચર્ચા
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 1:27 PM

ગુજરાત વિઘાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારો નક્કી, કરવા ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. આ બેઠકમાં ગઢડા, લિંબડી અને ડાંગ બેઠકની ચર્ચા કરાઈ. ત્રણેય બેઠક માટે ત્રણ ત્રણ ઉમેદવારોના નામે રીવ્યુ લેવાયો છે.

લિંબડી કોળી મતદારોની બહુમતી ધરાવતી લિંબડી બેઠક માટે પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા ઉપરાંત, સુરેન્દ્રનગર ભાજપના ઉપપ્રમુખ વાઘજીભાઈ ચૌહાણ અને પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડના નામની ચર્ચા થઈ. મતવિસ્તારમાં કોળી મતદારોની બહુમતી જોતા ભાજપ આ બેઠક પરથી કોળી ઉમેદવાર તરીકે શંકર વેગડ અથવા વાંઘજી ચૌહાણને મેદાને ઉતારે તેવી સંભાવના છે.

ગઢડા બોટાદ જિલ્લાની ગઢડા અનામત બેઠક માટે ભાજપે, પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર અને પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાના નામની ચર્ચા કરવામાં આવી છે. જો કે સ્થાનિક કાર્યકર્તાઓની માંગ છે કે, જે કોઈ ઉમેદવાર આપો તે સ્થાનિક હોવા જોઈએ. આથી ભાજપ બન્ને ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાના નામની પણ વિચારણા કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડાંગ વિધાનસભાની ડાંગ બેઠક માટે વિજય પટેલ, બાબુ ચોર્યા અને દશરથ પોવારનું નામ ચર્ચાયુ હતું. 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વિજય પટેલ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જ્યારે બાબુ ચોર્યા હાલ જિલ્લાના પ્રમુખ છે. તો દશરત પોવાર ડાંગના સ્થાનિકોમાં સારુ વર્ચસ્વ ધરાવતા અગ્રણી કાર્યકર છે. જો કે ભાજપ દ્વારા આ બેઠક ઉપરથી મંગળ ગાવિતને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટેનો વિકલ્પ વિચારી રહ્યુ છે.

આ પણ વાંચોઃ આજે મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક, પેટાચૂંટણી સહીત સરકાર અને સંગઠન બાબતે કરાશે ચર્ચા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">