AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wrestler Protest: કુસ્તીબાજોની જિદ પર બોલ્યા અનુરાગ ઠાકુર કહ્યું ‘અમે ખેલાડીઓની સાથે પણ નિયમ મુજબ થશે તપાસ’

ખેલ મંત્રીએ કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે ખેલાડીઓએ જે મુદ્દો ઉઠાવ્યો છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તપાસ બાદ કાર્યવાહી કરો. પોલીસ તપાસ કરી રહી છે. તેઓએ તપાસ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

Wrestler Protest: કુસ્તીબાજોની જિદ પર બોલ્યા અનુરાગ ઠાકુર કહ્યું 'અમે ખેલાડીઓની સાથે પણ નિયમ મુજબ થશે તપાસ'
anurag thakur
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 6:36 PM
Share

Delhi: WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના વિરોધને લઈને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) બુધવારે કહ્યું કે, તપાસ નિયમો અનુસાર કરવામાં આવશે. ખેલાડીઓએ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ખેલાડીઓએ ઓછામાં ઓછું સુપ્રીમ કોર્ટ, પોલીસ, રમત વિભાગ પર વિશ્વાસ રાખવો પડશે.

ખેલ મંત્રીએ કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે ખેલાડીઓએ જે મુદ્દો ઉઠાવ્યો છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તપાસ બાદ કાર્યવાહી કરો. પોલીસ તપાસ કરી રહી છે. તેઓએ તપાસ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તેમણે કહ્યું કે આગળ મહત્વની મેચો આવી રહી છે. અમે તમામ ખેલાડીઓ સાથે છીએ. એવું કોઈ પગલું ન ભરવું જોઈએ, જેનાથી અન્ય ખેલાડીઓ અને રમતગમતને નુકસાન થાય.

આ પણ વાંચો: Modi Cabinet Decisions : દરેક તાલુકામાં બનાવાશે ગોડાઉન, મોદી કેબિનેટે અન્ન ભંડાર યોજનાને આપી મંજુરી

જો આરોપ સાબિત થશે તો ફાંસી પર લટકી જઈશ

બ્રિજ ભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો વિવાદ અટકવાના બદલે વધી રહ્યો છે. પ્રદર્શનકારીઓ એક મહિનાથી વધુ સમયથી રેસલર બ્રિજભૂષણ શરણની ધરપકડની માંગ કરી રહ્યા છે. તેમને જેલના સળિયા પાછળ મોકલવા માંગે છે. બીજી તરફ WFI પ્રમુખ અને બીજેપી સાંસદ પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જો તેમની સામે આરોપ સાબિત થશે તો હું ફાંસી પર લટકી જઈશ.

મારી વિરુદ્ધ કોર્ટમાં પુરાવા રજૂ કરો- બ્રિજ ભૂષણ

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે જો મારા પર એક પણ આરોપ સાબિત થશે તો હું મારી જાતને ફાંસી આપીશ. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તેઓ કોર્ટમાં રજૂ કરે. હું કોઈપણ સજા સ્વીકારવા તૈયાર છું. તેણે કહ્યું કે તે પોતાના શબ્દો પર અડગ છે.

23મી એપ્રિલથી કુસ્તીબાજોનો વિરોધ ચાલુ છે

કુસ્તીબાજો પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જે લોકોએ મને ફસાવ્યો છે તેઓ તેમના મેડલ ગંગામાં ફેંકી દેવાના છે. તેઓ મને ફાંસી પર લટકતો જોવા માંગે છે. સરકાર મને ફાંસી પર લટકાવવાની નથી, તેથી તેઓ તેમના મેડલ ગંગામાં ફેંકવા જઈ રહ્યા છે. આમ કરવાથી મને ફાંસી નહીં મળે. જણાવી દઈએ કે આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહ્યા હતા.

મેડલ ગંગામાં પધરાવવા ગયા

28 મેના રોજ આ લોકો નવી સંસદ ભવન સામે મહાપંચાયત યોજવા માંગતા હતા. પરંતુ દિલ્હી પોલીસે તેમને તેમ કરવા દીધા ન હતા. મંગળવારે આ કુસ્તીબાજો ગંગામાં મેડલ પધરાવવા હરિદ્વાર ગયા હતા, જ્યાં નરેશ ટિકૈતે તેમને આમ કરતા રોક્યા હતા. આ પછી કુસ્તીબાજોએ કહ્યું કે તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરશે, પરંતુ દિલ્હી પોલીસે અહીં પણ તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત 7 મહિલા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">