AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wealth Inequality: સૌથી ધનિક 98 લોકો પાસે દેશના 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ, ફક્ત 10 શ્રીમંતો રાષ્ટ્રના તમામ બાળકોને આગામી 25 વર્ષ સુધી ભણાવા સક્ષમ- Oxfam India

સંપત્તિની અસમાનતા પર, Oxfamના અહેવાલ પ્રમાણે 142 ભારતીય અબજોપતિ પાસે રૂ. 53 લાખ કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે તેમાંથી સૌથી ધનિક 98 લોકો પાસે હવે ભારતના સૌથી ગરીબ 40 ટકા એટલે કે 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ છે.

Wealth Inequality: સૌથી ધનિક 98 લોકો પાસે દેશના 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ, ફક્ત 10 શ્રીમંતો રાષ્ટ્રના તમામ બાળકોને આગામી 25 વર્ષ સુધી ભણાવા સક્ષમ- Oxfam India
richest 10 can fund education of every child for 25 years (Representative Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:23 PM
Share

એક તરફ કોરોના મહામારી દેશના 84 ટકા પરિવારો માટે સમસ્યા બનીને ઉભરી છે, ત્યારે શ્રીમંતો માટે મહામારી વરદાન સમાન હતી. કોરોના દરમિયાન દેશના અબજોપતિઓની સંપત્તિ બમણીથી વધુ થઈ હતી અને તેમની સંખ્યા 39 ટકા વધીને 102થી 142 થઈ ગઈ. દેશના 10 સૌથી ધનિક લોકોની વાત કરીએ તો તેમની પાસે એટલા પૈસા છે કે તેઓ 25 વર્ષ સુધી દેશના બાળકોની શાળા અને ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાઈ શકે છે. સંપત્તિની અસમાનતા પર Oxfamના અહેવાલ પ્રમાણે 142 ભારતીય અબજોપતિ પાસે રૂ. 53 લાખ કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે તેમાંથી સૌથી ધનિક 98 લોકો પાસે હવે ભારતના સૌથી ગરીબ 40 ટકા એટલે કે 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ છે.

એનજીઓ Oxfam Indiaના રિપોર્ટ ‘Inequality Kills’માં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 100 સૌથી ધનિક લોકોની સામૂહિક સંપત્તિ વર્ષ 2021માં 57.3 લાખ કરોડની ટોચે પહોંચી ગઈ છે. ઓક્સફેમે સ્વિટ્ઝર્લેન્ડના Davosમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઓનલાઈન એજન્ડા સમિટના પહેલા દિવસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. છેલ્લા એક વર્ષમાં કોરોના મહામારીને કારણે દેશના 84 ટકા પરિવારોએ જીવન અને આજીવિકા ગુમાવવાના કારણે તેમની આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.

98 અબજોપતિ પર 1 ટકા ટેક્સ પૂરો પાડશે આયુષ્યમાન ભારતનો ખર્ચ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતના 98 અબજોપતિઓ પરના વેલ્થ ટેક્સમાં એક ટકાનો વધારો કરવામાં આવે તો દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારતનો ખર્ચ સાત વર્ષથી વધુ સમય માટે નીકળી જશે. જ્યારે 10 સૌથી અમીર લોકો પર એક ટકાનો વધારાનો ટેક્સ લગાવવામાં આવે તો 17.7 લાખ વધારાના ઓક્સિજન સિલિન્ડર આપી શકાય છે. મહામારીની બીજી વેવ દરમિયાન જ્યારે દેશમાં ઓક્સિજન સિલિન્ડરની ભારે અછત હતી, ત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબોની મફત સારવાર કરવામાં આવી હતી.

અસમાનતાના કડવા સત્યને ઉજાગર કરતો અહેવાલ

ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે રિપોર્ટ અસમાનતાની કઠોર વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે. આ અસમાનતા સમગ્ર વિશ્વમાં દરરોજ 21,000 લોકોને મૃત્યુ તરફ ધકેલી દે છે, જેનો મતલબ છે કે દર ચાર સેકન્ડે એક વ્યક્તિનું Wealth Inequalityના લીધે મૃત્યુ નીપજે છે.

આ પણ વાંચો: Gold Loan : જરૂરિયાત સમયે નાણાંની તકલીફ દૂર કરે છે આ વિકલ્પ, કઈ બેંકની ઓફર છે શ્રેષ્ઠ? નક્કી કરો અહેવાલ દ્વારા

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">