AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: આદિલાબાદમાં માત્ર એક કલાકમાં વાવવામાં આવ્યાં આટલા લાખ વૃક્ષો કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ!

સંતોષ કુમારે ત્રણ વર્ષ પહેલા ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ શરૂ કરી હતી. આ ચેલેન્જ હેઠળ હેઠળ અત્યાર સુધીમાં કરોડો વૃક્ષો વાવવામાં આવ્યાં છે.ગ્રીન ઇન્ડિયા ચેલેન્જના (Green India Challenge) આયોજક સંતોષ કુમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ નિયમો અનુસાર રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવશે.

Telangana:  આદિલાબાદમાં માત્ર એક કલાકમાં વાવવામાં આવ્યાં આટલા લાખ વૃક્ષો કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ!
PHOTO : IANS
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 8:41 PM
Share

Telangana: તેલંગાણાના અદિલાબાદ (Adilabad)માં માત્ર એક કલાકમાં લાખો વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book) માં સ્થાન મેળવવા માટે 4 જુલાઈને રવિવારે ‘ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ’ (Green India Challenge) હેઠળ અદિલાબાદમાં એક કલાકમાં 10 લાખ વૃક્ષોના છોડ વાવવાનો એક વિશાળ કાર્યક્રમ યોજાયો હતો.

શહેરી વિસ્તારમાં 1.80 લાખ છોડવા વવાયા અદિલાબાદ ગ્રામીણ વિસ્તારના દુર્ગાનગર (Durganagar) માં 200 એકરમાં ફેલાયેલા જંગલ વિસ્તારમાં પ્રસિદ્ધ મીયાવાકી પદ્ધતિથી દ્વારા પાંચ લાખ છોડ વાવવામાં આવ્યા હતા. આવી જ રીતે બેલા મંડળમાં બે લાખ રોપાઓનું રોપવામાં આવ્યા. શહેરી વિસ્તારમાં 45,000 થી વધુ ઘરોમાં 1,80,000 છોડવા વાવવામાં આવ્યા હતા.સ્વયંસેવકોએ જાહેર રસ્તાની બંને બાજુએ 1,20,000 રોપાઓ રોપ્યા છે, તેમ એક પ્રેસનોટમાં જણાવાયું છે.

તુર્કીનો રેકોર્ડ તોડશે તેલંગાણા દુર્ગાનગરના 200 એકરના સમગ્ર ક્ષેત્રને દસ ઝોનમાં વહેંચીને આ કાર્યક્રમની યોજના બનાવવામાં આવી અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(TRS) ના 30,000થી વધુ સભ્યો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ’ (Green India Challenge) ના આયોજકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ 2019 માં તુર્કીમાં થયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો 3 લાખ 3 હજાર રોપા રોપવાનો રેકોર્ડ તોડશે.

ગિનીસ બુકમાં મોકલાશે કાર્યક્રમનું રેકોર્ડિગ સંતોષ કુમારે ત્રણ વર્ષ પહેલા ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ શરૂ કરી હતી. આ ચેલેન્જ હેઠળ હેઠળ અત્યાર સુધીમાં કરોડો વૃક્ષો વાવવામાં આવ્યાં છે.ગ્રીન ઇન્ડિયા ચેલેન્જના (Green India Challenge) આયોજક સંતોષ કુમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ નિયમો અનુસાર રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવશે. તેલંગાણાના વન અને પર્યાવરણ મંત્રી ઇન્દ્રકરણ રેડ્ડી (Indrakaran Reddy) એ જણાવ્યું હતું કે કોરોના મહામારીઅએ દેશના દરેક નાગરિકને પર્યાવરણ અને આબોહવાને સુરક્ષિત કરવાનું મહત્વનું ભાન કરાવ્યું છે.

જોગુ રમન્નાના જન્મદિવસ પર યોજાયો હતો કાર્યક્રમ પૂર્વમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના આદિલાબાદના ધારાસભ્ય જોગુ રમન્ના (Jogu Ramanna)ના 58મા જન્મદિવસ પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોગુ રમન્નાએ ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લેવા બદલ સૌનો આભાર માન્યો હતો અને બે એમ્બ્યુલન્સ દાનમાં આપી હતી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">