World Heritage Day 2022: આજે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી, આ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે આકર્ષણનું કેન્દ્ર
વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) ફક્ત આપણા જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને સાંસ્કૃતિક ઈતિહાસને સમજવાનો પણ હેતુ છે.
સ્મારકો અને સ્થળો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ જેને વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસની વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત આપણા જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને સાંસ્કૃતિક ઈતિહાસને (History) સમજવાનો પણ હેતુ છે. આ વર્ષે આ દિવસ હેરીટેજ એન્ડ ક્લાઈમેટની થીમ (Theme) હેઠળ મનાવવામાં આવશે.આ 10 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આકર્ષણનું કેન્દ્ર છે .
તાજમહેલ, ભારત
વિશ્વમાં પ્રેમના સૌથી પ્રખ્યાત પ્રતીકોમાંનું એક તાજમહેલ છે. આ મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પ્રિય પત્ની મુમતાઝ મહેલની સમાધી રાખવા માટે બનાવવામાં આવી હતી.
View this post on Instagram
અંગકોર વાટ, કંબોડિયા
તે કંબોડિયામાં સૌથી પ્રસિદ્ધ પ્રાચીન મંદિર સ્થળ છે અને તેનો ખ્મેર સામ્રાજ્યની વિવિધ રાજધાનીઓના પ્રભાવશાળી અવશેષોમાં સમાવેશ થાય છે.
View this post on Instagram
પેટ્રા, જોર્ડન
મંદિરો અને સ્મારકોની ગૂંચવણભરી રચના, ચર્ચના અવશેષો સાથે સુંદર રોક-કટ આર્કિટેક્ચર અને નવીન જળ વ્યવસ્થાપન પ્રણાલી પેટ્રા અહીંનું આકર્ષણનું કેન્દ્ર છે.
View this post on Instagram
રાપા નુઈ નેશનલ પાર્ક, ચિલી
ઇસ્ટર આઇલેન્ડ પર સ્થિત, રાપા નુઇ નેશનલ પાર્ક એ ચિલીનો એક સંરક્ષિત વન્યજીવન વિસ્તાર છે, જે રાપા નુઇ સંસ્કૃતિના વારસા અને તેની પ્રાચીન પરંપરાઓ પર આધારિત છે.
View this post on Instagram
માચુ પિચ્ચુ, પેરુ
દક્ષિણ અમેરિકામાં આ ઐતિહાસિક અભયારણ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે. આ ઈન્કાન સિટાડેલ પેરુના એન્ડીસ પર્વતોમાં ઊંચો છે અને તેને ઈન્કા સામ્રાજ્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક ગણવામાં આવે છે.
View this post on Instagram
ઓલ્ડ હવાના, ક્યુબા
1519માં સ્થપાયેલ ઓલ્ડ હવાના અમેરિકન ખંડની સૌથી પ્રાચીન ધરોહર છે.
View this post on Instagram
ગીઝાના પિરામિડ, ઇજિપ્ત
પ્રાચીન વિશ્વની એકમાત્ર કાયમી અજાયબી, આ અવિશ્વસનીય કબરો ત્યારે બનાવવામાં આવી હતી, જ્યારે ઇજિપ્ત વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્કૃતિઓમાંની એક હતી.
View this post on Instagram
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-